GSTV

અમેરિકા-ચીન વચ્ચે થઈ શકે છે યુદ્ધનું નિર્માણ, રશિયા પોતાના સૈનિકોને આ વિસ્તારમાં મોકલી રહ્યું છે

Last Updated on September 19, 2020 by Ankita Trada

અમેરિકા, ચીન, રશિયા, જાપાન, ભારત, ઈરાન, કોરીયા જેવા દેશોમાં બીજા દેશના હુમલાની ચિંતા છે. રશિયા અમેરિકા અને ચીનને તેની શક્તિ બતાવવા માંગે છે. અમેરિકા અને ચીન વચ્ચે ગમે ત્યારે યુધ્ધ ભડકી શકે છે. તે જોઈને રશિયાએ તેના સૈનિકો વધારવાનો નિર્ણય લીધો છે. રશિયાના સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુએ ગુરુવારે કહ્યું કે રશિયા આ વિસ્તારમાં વધતા તનાવને ધ્યાનમાં રાખીને પૂર્વમાં તેની લશ્કરી હાજરીમાં વધારો કરી રહ્યો છે. પૂર્વ ચીન સમુદ્રમાં રશિયાના નૌકાદળ વ્લાદિવોસ્તોક પર રશિયન સેનામાં વધારો કરવામાં આવશે. આ આધાર દ્વારા રશિયા પ્રશાંત મહાસાગર, પૂર્વ ચીન સમુદ્ર અને ફિલિપસના અખાતનાં ક્ષેત્રો પર નજર રાખે છે.

પૂર્વી ક્ષેત્રમાં વધી રહેલા તણાવને કારણે સૌનિકસની જમાવટ વધી રહી છે, પરંતુ તેમણે પોતાના નિવેદનમાં કોઈ દેશનું નામ લીધું નથી. તેમણે પોતાના નિવેદનમાં નવી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે ધમકીઓનો સીધો ઉલ્લેખ કર્યો નથી. રશિયા ચીન સાથેની સરહદ અને પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં વધી રહેલા તણાવને લઈને ચિંતિત છે. રશિયા આ ક્ષેત્રમાં તેના હિતોની સુરક્ષા માટે સૈનિકોની હાજરીમાં વધારો કરી રહ્યું છે. આગામી દિવસોમાં અમેરિકા અને ચીન વચ્ચે નૌકાદળનો મુકાબલો થશે. રશિયાએ ક્ષેત્રમાં પોતાની એરફોર્સ, આર્મી અને નૌકાદળની તાકાતમાં પણ વધારો કરવો પડશે. અમેરિકાએ જાપાનની સહાયથી આ ક્ષેત્રમાં પોતાની લશ્કરી હાજરીને સતત મજબૂત કરી રહ્યું છે. તેના યુદ્ધ જહાજો દક્ષિણ ચાઇના સમુદ્ર અને પૂર્વ ચીન સમુદ્રની ફરતે આવે છે. આવી સ્થિતિમાં, ચીન અને રશિયા બંને સાવચેત છે.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!