GSTV

મોટી સફળતા / કરોડો રૂપિયાના કૌભાંડી અનિલ સ્ટાર્ચના વોન્ટેડની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

Last Updated on October 12, 2021 by Zainul Ansari

કરોડોના કૌભાંડમાં અનિલ સ્ટાર્ચના વોન્ટેડ અમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેર ખાતેથી જ્યારે શિવપ્રસાદ કાબરાની અમદાવાદથી ધરપકડ કરી. બંન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાં સ્પે. જીપીઆઇડી કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

લોકોને ઉંચુ વળતર આપવાનું કહી કરોડો રૂપિયાની ઠગાઇ કરવાના કેસમાં પોલીસે અનિલ સ્ટાર્ચના અમોલ શ્રીપાલ શેઠ અને શિવપ્રસાદ સિતારામ કાબ્રાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. જ્યાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફરિયાદી પાસે 12 ટકા વળતર આપવાનું કહી 14.50 લાખ રોકાવ્યા તે પૈસા રિકવર કરવાના છે.

આરોપીઓએ ભોગ બનનાર પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે તે પૈસા ક્યાં છે. આરોપીઓએ સ્થાવર કે જંગમ મિલકત ખરીદી છે કે નહીં. આરોપી સામે બીજા પોલીસ મથકમાં પણ સંખ્યાબંધ ગુના નોંધાયા છે તેથી આરોપીઓ કાયદો જાણે છે અને તપાસમાં સહકાર આપી રહ્યાં નથી. આરોપીઓ તથા નહીં પકડાયેલ આરોપીઓના બેંક ડિટેઇલ મેળવી તપાસ કરવાની છે. આ કેસમાં બીજા આરોપીઓ ક્યાં છે.

આરોપીઓએ અનિલ સ્ટાર્ચ કંપનીની અંડરમાં પેટા કંપની અનિલ ટ્રેડ કોમ, સિધ્ધાર્થ કોન, અનિલ અગમાર્ટ, અનિલ બાયોપ્લસ, અનિલ ન્યુટ્રીઅન્સ જેવી કંપનીઓ ખોલી હતી તેમાં કોણ કોણ ભાગીદાર છે તેની તપાસ કરવાની છે. આરોપી આટલા સમયથી ફરાર હતો તો તેને કોણે આશ્રય આપ્યો સહિતના મુદ્દે તપાસ કરવા સાત દિવસના રિમાન્ડની જરૂર છે.

જો કે, આરોપીના વકીલ સંજય ઠક્કરે એવી દલીલ કરી હતી કે, અગાઉ અમોલ શેઠના એક દિવસના રિમાન્ડ કોર્ટ મંજુર થયા હતો તપાસમાં સહકાર આપ્યો છે. પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માંગી રહી છે તેમાં આરોપીની હાજરી વગર તપાસ થઇ શકે તેમ છે. ત્યારે રિમાન્ડ રદ કરવા જોઇએ. બન્નેં પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

Read Also

Related posts

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!