GSTV

ધરપકડથી બચવા શખ્સે કર્યું એવું કે 24 કલાક સુધી પોલીસનો દમ નીકળી ગયો, જાણો પછી શું થયું?

Last Updated on October 8, 2021 by Pritesh Mehta

અમેરિકામાં એક શખ્સ પર તેની પ્રેમિકાને માર મારવાનો અને પોતાની માંને ધમકી આપવાનો આરોપ લાગ્યો. પરંતુ, ફરિયાદ મળ્યા બાદ તેની ધરપકડ કરવા માટે ગયેલ પોલીસ તે સમયે ચિંતામાં મુકાઈ ગઈ જયારે આ શખ્સ ભાગીને ઝાડ પર ચઢી ગયો. અનેક પ્રયાસો અને વિનંતીઓ છતાં આ શખ્સ ઝાડ પરથી નીચે ઉતારવા માટે તૈયાર ન હતો.

ધરપકડ

એક અહેવાલ મુજબ, 24 કલાકથી વધુ સમય સુધી આ શખ્સ ઝાડ પર જ ચઢેલો રહ્યો. આ દરમ્યાન ઝાડની નીચે ઉભેલી પોલીસ તેને નીચે ઉતારવા માટે અપીલ કરતી રહી. ઝાડ પર ચઢેલ શખ્સ નીચે ન આવવાની જીદ પકડીને સતત ચીસો પાડી રહ્યો હતો કે દુનિયા જોઈ રહી છે.

કિસ્સો ન્યુયોર્ક શહેરનો છે જ્યાં પોતાની માંને ધમકી આપવાના આરોપો બાદ પોલીસ એક 44 વર્ષીય વ્યક્તિને પકડવા માટે તેના ઘરે પહોંચી હતી. પોલીસને ફરિયાદ મળી હતી કે તેણે એક અઠવાડિયા પહેલા પોતાની 50 વર્ષીય પ્રેમિકા સાથે મારઝૂડ કરી હતી.

પરંતુ, અધિકારીઓ તે શખ્સને પકડતા, તે પોતાના ઘરની છત પર ચઢી ગયો. અહીંથી બાદમાં તે છત પરથી લગભગ 30 ફુટ ઊંચા ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર ચઢતાની સાથે જ તે બૂમો પાડવા લાગ્યો. રિપોર્ટ મુજબ, ગુરુવાર સુધી આરોપી ઝાડ પર જ ચઢેલો રહ્યો. પોલીસે તેને નીચે ઉતારવા માટે તમામ પ્રયાસો કર્યા પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. બુધવારના રોજ પોલીસ તેને પકડવા માટે પહોંચી હતી.

પોલીસ કડક કાર્યવાહીના મૂડમાં હતી

સમગ્ર મામલે, પાડોશી સેન્ડ્રા ડીએ કહ્યું કે પોલીસ કડક કાર્યવાહી કરવાના મૂડમાં હતી. જયારે, આરોપી હિંસક નથી. જોકે, તે નીચે આવવાના મૂડમાં નથી લાગતો કારણ કે તેને પોલીસ પર વિશ્વાસ નથી. પાડોશીનો દાવો છે કે જયારે તે 2 વર્ષ માટે જેલ ગયો હતો ત્યારે પોલીસ અને સુધાર અધિકારીઓ દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ધંધુકા મર્ડર કેસ / ગુજરાતભરમાં હત્યાના વિરોધ થઈ રહ્યું છે પ્રદર્શન, આરોપીઓને ફાંસીના તખ્તે ચઢાવવા ઉઠી માગ

GSTV Web Desk

ઉપયોગી વાત / હોઠને મુલાયમ બનાવવા સિવાય આ 10 ચીજો માટે પણ કરો વેસેલિનનો ઉપયોગ

Vishvesh Dave

ગુજરાતમાં પહેલી વાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન, ઓલિમ્પિક માટે તૈયાર થશે ભાવિ રમતવીરો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!