GSTV

શૈક્ષણિક સમાચાર / વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગો છો? આ 5 પ્લેટફોર્મ્સ કરી શકે છે મદદ

Last Updated on June 27, 2021 by Vishvesh Dave

છેલ્લા કેટલાક વર્ષોમાં, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. યુ.એસ., યુ.કે., ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ અને સિંગાપોરએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી લોકપ્રિય સ્ટડી ડેસ્ટિનેશન છે. આનું કારણ એ છે કે સરળતાથી પ્રવેશ મેળવવાની સાથે નોકરીની ઘણી તકો પણ છે.

અહીં અમે તમને ટોચના 5 વિદેશી એજ્યુકેશન કન્સલ્ટન્ટ વિશે જણાવી રહ્યા છીએ જે ભારતીય વિદ્યાર્થીઓને યોગ્ય યુનિવર્સિટી પસંદ કરવામાં મદદ કરે છે, જેથી તેઓને વિદેશમાં અભ્યાસ અને વિદેશમાં નોકરી માટે વિઝા મળી શકે

ઇયુગેટવે (EUGateway)

આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં 10 વર્ષનો અનુભવ ધરાવતો EUGateway એ બુટિક કેરિયર કન્સલ્ટિંગ એન્ડ હાયર એજ્યુકેશન મેનેજમેન્ટ એન્ડ રીક્રુટમેન્ટ કંપની છે જે વિદેશમાં વિદ્યાર્થીઓ અને સ્નાતકોને શિક્ષણ અને કારકીર્દિને પસંદ કરવામાં મદદ કરે છે. EUGateway એ એક વિદેશી કન્સલ્ટિંગ ફર્મ છે જે યુરોપિયન દેશોમાં શિક્ષણમાં વિશેષજ્ઞતા આપે છે તેમજ ઉમેદવારોને ભાષા પ્રશિક્ષણ કાર્યક્રમો પ્રદાન કરે છે. ઇયુગેટવે ટીમ યુરોપિયન ક્ષેત્રમાં મજબૂત પગ જમાવવામાં સફળ રહી છે અને સતત નવી પહેલ અને જોડાણની શોધમાં રહે છે.

આઈડીપી(IDP) કન્સલ્ટન્સી

કંપની આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા છે જે વિશ્વભરમાં વિદ્યાર્થી પ્લેસમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે. આ કંપનીઓ જે વિદેશી યુનિવર્સિટીઓને આવરી લે છે તેમાં ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુકે, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ અને કેનેડા શામેલ છે. જો કે, અન્ય દેશોની તુલનામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકેમાં વધુ સારી પહોંચ હોવાનું કહેવાય છે. આઇડીપી અભ્યાસક્રમો વિષે માર્ગદર્શન, આઇઇએલટીએસ માટેની તૈયારી, વિઝા, આવાસ અને વિદ્યાર્થીઓને આરોગ્ય કવચ વિશે સલાહ આપવામાં નિષ્ણાંત છે.

તેમની સેવા મેળવવા માટે, તમે કંપનીની વેબસાઇટ પર નોંધણી કરાવી શકો છો. વિદેશમાં તમારી સ્ટડી જર્ની દરમિયાન તમને સહાય કરવા માટે તમને કાઉન્સિલર એસાઇન કરવામાં આવશે. જો તમે કાઉન્સેલર સેશનની પસંદગી કરવાનું નક્કી કરો છો અથવા તમારા નાણાકીય દસ્તાવેજોમાં થોડી મદદ મેળવવા માંગતા હો, તો તમે જયપુર, કોલકાતા, લખનઉ, પંજાબ, વડોદરા, દિલ્હી, વગેરેમાંથી કોઈપણ 22 શહેરોમાં કંપનીની શાખાઓની મુલાકાત લઈ શકો છો.

Edwise

Edwise એ ​​તમારી આંતરરાષ્ટ્રીય અધ્યયનની બધી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે. તેમની મુખ્ય પ્રવૃત્તિ વિદેશી શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણને લગતી યોગ્ય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટેની છે. Edwise યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, આયર્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, દુબઇ, સ્વિત્ઝર્લેન્ડ, મલેશિયા અને બીજા ઘણા દેશોમાં ઉચ્ચ શિક્ષણ વિશેની માહિતી પ્રદાન કરે છે.

સ્ટડી એન્ડ વર્ક એબ્રોડ

ભણવા જવું હોય, કામ કરવું હોય અથવા કાયમી ધોરણે તેમના મનપસંદ સ્થાને રહેવું હોય તેવા લોકો માટે તથા વિદેશમાં જવા માંગતા હોય તેવા લોકો માટે Studyandworkaborad.in ઓવરસીઝ કન્સલટન્ટ છે. તેઓ ઉમેદવારને માર્ગદર્શન આપવા માટે વિદેશી સલાહકાર પ્રદાન કરે છે. તેઓ વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓને તમામ ઉકેલો આપે છે. તેમની સેવા શ્રેણી કારકિર્દી પરામર્શથી લઈને વિઝા સહાય સુધીની છે. તેમનું એકમાત્ર ધ્યેય છે આપણા દેશના લાયક વિદ્યાર્થીઓને વિદેશમાં જવા અને વિશ્વસ્તરનું શિક્ષણ મેળવવામાં સહાય કરવી

Leverage Edu

Leverage Edu વિદ્યાર્થીઓને તેઓ શું કરવું જોઈએ અને તેઓ ક્યાં હોવું જોઈએ તે શોધવામાં મદદ કરે છે. તે વિદ્યાર્થીઓને તેમની અત્યાર સુધીની મુસાફરીને નેવિગેટ કરવામાં અને આકારણી કરવામાં મદદ કરે છે અને તેમને વ્યક્તિગત માર્ગદર્શકો સાથે જોડે છે. આ સાથે, તે કારકીર્દિની પસંદગીમાં વિદ્યાર્થીઓને સલાહ આપે છે.

ALSO READ

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!