GSTV
Home » News » તમારા સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલે તે માટે અપનાવો આ સરળ ટિપ્સ

તમારા સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલે તે માટે અપનાવો આ સરળ ટિપ્સ

આજે આપણો મોબાઈલ આપણી પાસે ન હોય તો એવું લાગે કે બધું કામ ઠપ્પ થઈ ગયું હોય. કોઈની સાથે વાત કરવાથી લઈ પેમેન્ટ કરવા સુધી આપણા ફોન પર નિર્ભર રહીએ છીએ. પરંતુ ઘણી વખત જરૂર હોય ત્યારે જ ફોન આપણો સાથ છોડી દે છે. અને તેનું ખાસ કારણ છે ફોનમાં જલદી પૂરી થઈ જાય છે બેટરી. જો તમે ફોનનો વધારે ઉપયોગ કરો છો અને ફોનની બેટરી બચાવા માગો છો તો તેના કેટલાક એવા ઉપાય છે, જેની મદદથી ફોનની ઘણી બેટરી બચાવી શકો છો.

આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ બતાવીશું જેનાથી તમારા ફોનની બેટરી લાંબી ચાલશે. તમારા સ્માર્ટફોનની બેટરીને બચાવવા માટે સૌથી પહેલા ફોનના વાઈબ્રેશનને ટર્ન ઓફ કરી દો. ફોનનું વાઈબ્રેશન ઓન હોવાથી બેટરી જલદી પૂરી થઈ જાય છે. ફોનના કીબોર્ડ પર ટાઈપિંગથી લઈ નોટિફિકેશન સુધી વાઈબ્રેશનને ઓફ રાખવું જોઈએ.

-આજકાલ સ્માર્ટફોનમાં AMOLED ડિસ્પ્લે જોવા મળે છે. જો તમારા ફોનમાં AMOLED ડિસ્પ્લે છે તો તમારા ફોનનો બેકગ્રાઉન્ડ કલર બ્લેક રાખો. તેનાથી તમારા ફોનની બેટરી બચશે. જો તમારા ડિસ્પ્લેમાં જેટલો બ્લેક કલર હશે એટલી બેટરી ઓછી કંઝ્યૂમ થશે.
-તમારા એન્ડ્રોયડ ફોનની બેટરીને દુરસ્ત કરવા માગો છો તો સમય-સમય પર પોતાના ફોનને એપડેટ કરતા રહો. તેનાથી બેટરી બેકઅપથી લઈ સ્માર્ટફોનના પરર્ફોમન્સ સુધી સુધારો આવે છે.
-ફોનમાં બેટરી uto-syncને ટર્ન ઓફ કરી દો. તેનાથી તમારી બેટરીની લાઈફ બચી જશે. જો તમારા ફોનમાં ઈન્ટરનેટ ન ચાલી રહ્યું હોય તો વાઈ-ફાઈ, જીપીએસ અને બ્લૂટૂથ બંધ કરી દો. એ ઉપરાંત ફોનમાં NFC ફીચર ઓફ કરી દો.

-જો તમે બેટરીની લાઈફ વધારવા માગો છો તો તમારા ફોનમાં રહેલી બેકાર એપ્સ દૂર કરો. નકામી ગેમિંગ અને શોપિંગ એપ્સ પણ ડિલીટ કરો. આ એપ્સ ડેટાને વધારે કંઝ્યૂમ કરે છે, સાથે બેટરી પણ વધારે ચાલશે.

Read Also

Related posts

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada

Flipkart હવે ઓનલાઈન શાકભાજી માર્કેટમાં મુકશે પગ, આ શહેરમાં શરૂ કરશે પાયલટ પ્રોજેક્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!