GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

જલ્દી કરો! શુ તમે પણ PF ના પૈસા ડબલ કરવા માગો છો ? તો મળી રહી છે છેલ્લી તક

જો તમે પણ નોકરી કરો છો અને તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માગો છો તો, તમારી પાસે એક શાનદાર તક છે. કારણ કે, તમે તમારા Provident Fund માં પૈસા વધારી શકો છે અથવા તો તેને ડબલ પણ કરી શકો છો. સામાન્ય રીતે તો પ્રાઈવેટ કંપનીઓ એપ્રિલમાં પોતાના કર્મચારીઓનું મૂલ્યાંકન કરતી હોય છે, પરંતુ આ વખતે મૂલ્યાંકન નહી થાય તો, તમે પણ તમારી સેલેરીના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે કહી શકો છો. એવામાં જો તમે તમારી કંપની પાસેથી તમારૂ કંટ્રીબ્યૂશન વધારવાની રીક્વેસ્ટ કરી શકો છો. જેથી ભવિષ્ય માટે તમારી સેવિંગ્માં વધારો થઈ શકે છે.

આ રીતે વધશે તમારુ કોન્ટ્રિબ્યૂશન

જો કંપની તમારી વિનંતીને સ્વિકારી લે છે તો, PF એકાઉન્ટમાં દર મહીને થનારુ તમારુ કોન્ટ્રિબ્યૂશન વધી જશે. જેથી રિટાયરમેન્ટ પર તમારા PF ના પૈસા ડબલ અથવા તેનાથી પણ વધારે થઈ જશે. આ વખતે કર્મચારીઓને EPFO ના એટલે કે EPF પર 8.50 ટકાથી પણ વ્યાજ આપવાની ભલામણ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં સરકારી સ્કીમમાં આ સૌથી વધારે વ્યાજ છે. એવામાં તમારુ કોન્ટ્રિબ્યૂશન વધને PF પર વધારે વ્યાજનો ફાયદો પણ ઉઠાવી શકો છો.

આ છે નિયમ ?

કર્મતારી પ્રોવિડેન્ટ ફંડ એક્ટ પ્રમાણે, EPFO ના કોઈપણ સભ્ય PFમાં પોતાનુ મંથલી કોન્ટ્રીબ્યૂશન વધારી શકે છે. દરેક મહિને PF માં બેઝિક સેલેરી અને DA નું 12 ટકા કર્મચારીનું કોન્ટ્રિબ્યૂશન જાય છે. તો બીજી તરફ કંપનીનુ કોન્ટ્રિબ્યૂશન હોય છે. કોઈપણ કર્મચારી પોતાનુ મંથલી કોન્ટ્રીબ્યૂશન વધારી શકે છે. તે બેઝિક સેલેરનો 10 ટકા ભાગ પણ હોઈ શકે છે.

EPFO ના નિયમ ?

EPFO ના નિયમ દરેક કર્મચારીને છૂટ આપે છે કે, તેઓ પોતાની કંપનીને પૂછીને તેના PF કોન્ટ્રીબ્યૂશનને વધારી શકે છે. એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ એક્ટ હેઠળ આ છૂટ આપવામાં આવે છે. નિયમ પ્રમાણે, પ્રોવિડન્ટ ફંડમાં બેઝિક સેલેરી અને DA 12% કર્મચારીના ભાગમાં જમા થાય છે. તો બીજી તરફ આટલો જ ભાગ કંપની વતી કર્મચારીના ખાતામાં જમા થાય છે. નિયમ મુજબ, કોઈપણ કર્મચારી પોતાના મંથલી કોન્ટ્રીબ્યૂશનને બેઝિક સેલેરીના 100% સુધી વધારી શકે છે.

કેવી રીતે ડબલ થશે PF ના પૈસા

જો કોઈ કર્મચારી પોતાની માસિક યોગદાનને બમણી કરાવી લે તો, તેના PF પીએફ ફંડની રકમ બમણી થઈ જશે. ઉદાહરણ તરીકે, વર્તમાન સિસ્ટમમાં, 12% PF મૂળભૂત પગારમાં ફાળો આપે છે, પરંતુ જો કર્મચારી તેને વધારીને 24 ટકા કરી દે છે, તો તેનો PF ફંડ પણ બમણુ થઈ જશે.

મળશે ડબલ વ્યાજ

PF ફંડ બે ગણુ વધવાની જગ્યાએ તમારે આ રકમ પર ડબલ વ્યાજનો પણ ફાયદો મળશે. ખરેખર તો, PF પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજ ફોર્મ્યૂલા પરથી થાય છે. જેને કંપાઉન્ડિંગ ઈન્ટરેસ્ટ પણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ફંડ બગણુ થઈ જશે અને દરેક વર્ષ પર વ્યાજનો ફાયદો પણ મળશે. આ રીતે તમારે રિટાયરમેન્ટ માટે મોટુ ફંડ પણ તૈયાર થશે.

READ ALSO

Related posts

કોરોનાનો આતંક યથાવત: ગાંધીનગરમાં 13 નવા કેસ, ડોક્ટર અને નર્સ પણ સંક્રમિત

Bansari

આજથી શરૂ થઈ અમદાવાદની લાઈફ લાઈન ગણાતી AMTS, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

BRTS-AMTS દોડતાં ધબકતુ થયું અમદાવાદ શહેર, આ નિયમોનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!