બિઝનેસ કરવા માંગો છો? ચિંતા ન કરો રતન ટાટા કરશે મદદ, ફક્ત આટલી છે શરત

હાલમાં તમે દેશમાં ધણા સ્ટાર્ટઅપ જોયા હશે. તેમાંથી ઘણા એવા સ્ટાર્ટઅપ છે જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ રોકાણ કર્યું છે. એક રિપોર્ટની વાત માનવમાં આવે તો, 30થી વધુ એવા સ્ટાર્ટઅપ છે જેમાં રતન ટાટાએ રોકાણ કર્યું છે. નાનુ પણ કંઈક અલગ કરવાવાળી કંપનીમાં રતન ટાટાને ઈન્ટરેસ્ટ છે. આ બઘી કંપનીમાં રોકાણ કરવા માટે પહેલા તેમના ફાઉન્ડર રૂપ સાથે મુલાકાત કરવી પડે છે ત્યાર બાદ તે નક્કી થઈ શકે છે કે આ કંપનીએમાં રોકાણ કરવામાં આવશે કે નહીં.

ભારતને બદલવાની ક્ષમતાઃ રતન ટાટા

રતન ટાટાએ પોતાના ઘણા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે એવી કંપનીઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે જેમાં કંઈક નવું કરવાની ક્ષમતા હોય અને જે ભારતને બદલવાની તાકાત ધરાવે છે. જે સામાન્ય જન- માણસો સાથે જોડાયેલી હોય. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી હોય. ઈન્ટરનેટના પ્રચાર પ્રસાર સાથે જોડાયેલી હોય અને એવા ઉપક્રમ જે સ્વાસ્થ સાથે જોડાયેલા હોય.

વાતચીત બાદ નક્કી થાય છે રોકાણ

રતન ટાટાએ પોતાના ઈન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે કોની કંપનીમાં કેટલાં પૈસાનું રોકાણ કરવું છે. અને આ વાતચીતની પહેલી કસોટી પાર કર્યા પછી બીજા ચરણમાં નક્કી થાય છે.

લગભગ 30થી વધુ કંપનીઓમાં કર્યું છે રોકાણ

તમને જણાવી દઈએ કે હાલમાં જ રતન ટાટાએ લગભગ 30થી વધુ સ્ટાર્ટઅપમાં પૈસાનું રોકાણ કર્યું છે. સૌથી પહેલા તેમણે 2014માં એલ્ટિરોઝ એનર્જીમાં રોકાણ કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ એક એક કરીને ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું. જેમાં સ્નેપડીલ, બ્લૂ સ્ટોન, અર્બન, લેડર, સ્વસ્થ ઈન્ડિયા. કાર દેખો, ગ્રામીણ કેપિટલ, પેટીએમ, શિયોમી, ઓલા, જિવામે, કેશકરો, અર્બનક્લેપ, લોન્સકાર્ટ, અબ્રા, ડાગસ્પોટ, ફર્સ્ટક્રાઈ, લાઈબ્રેટ, હોલાશેફ વગેરેનો સમાવેશ થાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter