GSTV
Health & Fitness Life Trending

લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ ડ્રાયફ્રૂટ, જાણો રોજ કેટલું સેવન કરવાથી હાર્ટના દર્દીઓને થાય છે ઉત્તમ ફાયદો

દૈનિક જીવન અને ખાનપાનમાં બદલાવને પગલે નાની ઉંમરમાં લોકોને હાર્ટએટેક જેવી સમસ્યાઓ પેદા થવા લાગી છે. પરંતુ અમુક ઉંમર થયા પછી લોકોએ ખાનપાનમાં ફેરફાર કરવો જરૂરી છે. જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ખૂબ વધી જાય ત્યારે હાર્ટએટેક અને સ્ટ્રોક જેવા જીવલેણ બીમારીનું જોખમ પણ વધી જાય છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી આર્ટરીઓ કહેતાં ધમનીઓમાં ચરબી જમા થવા લાગે છે. જેને પગલે લોહીના સરક્યુલેશનમાં આડશ પેદા થાય છે. ઘણી વખત આપણે મેડિકલ ચેકઅપ કરાવીએ ત્યારે ખબર પડતી હોય છે કે તમારામાં લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધુ છે. આવા રિપોર્ટ પછી ડોક્ટરો પણ રોજિંદા આહારમાં પથ્ય કહેતાં સ્પેશ્યલ ડાયેટ માટેની સલાહ આપતા હોય છે.

અખરોટ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલમાં થાય છે ઘટાડો

વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ અખરોટનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. ‘ધ જર્નલ ઑફ ન્યુટ્રિશન’માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, જ્યોર્જિયા યુનિવર્સિટીના કૉલેજ ઑફ ફેમિલી એન્ડ કન્ઝ્યુમર સાયન્સના સંશોધકો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં, કાર્ડિયોવેસ્ક્યુલર કહેતાં હાર્ટ અને ધમની સંબંધિત બીમારીનું જોખમ ધરાવતા લોકોને 8 અઠવાડિયા સુધી અખરોટ ખાવા માટે આપી હતી. આ પછી તેમના કુલ કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને લો-ડેન્સિટી લિપોપ્રોટીન અથવા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ ઉંમરના લોકો પર કરાયું હતું સંશોધન

વૈજ્ઞાનિકો દ્વારા આ અભ્યાસ માટે 30થી લઈને 75 વર્ષની ઉંમરના 52 જેટલા લોકોની પસંદગી કરાઈ હતી. જેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું વધુ પ્રમાણમાં જોખમ હતું. એમને ત્રણ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. એક જૂથના લોકોને રોજના ખોરાકમાં 68 ગ્રામ અખરોટ એટલે કે લગભગ 470 કેલરી આપવામાં આવી હતી. જ્યારે અન્ય જૂથમાં, લોકોને અખરોટની જગ્યાએ એટલી જ માત્રામાં કેલરી ધરાવતા અન્ય પદાર્થ આપવામાં આવ્યા હતા.ત્રીજું કન્ટ્રોલ ગ્રૂપ હતું તેમને અખરોટ આપવામાં આવ્યા નહોતા. 8 અઠવાડિયા પછી, આ લોકોને હાઈ ફેટવાળું ખાવાનું આપવામાં આવ્યું હતું. જેથી તેમના બ્લડ લિપિડ અને ગ્લુકોઝ અથવા શુગરની માત્રમામાં બદલાવને તપાસી શકાય. બે ગ્રૂપમાં ફાસ્ટિંગ બ્લડ લિપિડ્સમાં એક સરખો સુધારો જોવા મળ્યો. જ્યારે અખરોટ ખાનારા ગ્રૂપમાં લોકોમાં ખાધા પછી ટ્રાઇગ્લિસરાઈડનું સ્તર ઓછું જોવા મળ્યું હતું.

અખરોટ ખાનારા લોકોમાં જોવા મળ્યું આ પરિણામ

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે લોકોને અખરોટ આપવામાં આવ્યા હતા તેમના કુલ કોલેસ્ટ્રોલમાં 5 ટકા અને એલડીએલમાં 6 થી 9 ટકાનો ઘટાડો થયો હતો. સંશોધકોએ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ભલામણ કરેલ 51 કસરતોનું વ્યાપક વિશ્લેષણ કરીને આ અભ્યાસ કર્યો હતો. જેમાં કુલ કોલેસ્ટ્રોલમાં એક ટકા અને એલડીએલમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV