GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

વોલમાર્ટે ટોચના આઠ અધિકારીઓ સહિત 56 ભારતીય અધિકારીઓને છુટા કર્યા

ભારતમાં વોલમાર્ટ એ ટોચના 56 અિધકારીઓને નોકીરમાંથી દૂર કર્યા હતા. વોલમાર્ટ વધુ અસરકારક રીતે ભારતમાં વેપાર કરવા ઇચ્છે છે જેના માટે કોર્પોરેટ કલ્ચરની સમિક્ષા કરવાની જરૂર હોવાનું અમેરિકા સિૃથત રિટેલ બિઝનેસના ભારત ખાતે ના સીઇઓ ક્રિષ ઐયરે કહ્યું હતું.જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેમાં  આઠ તો વરિષ્ઠ  કક્ષાના અિધકારીઓનો સમાવેશ થતો હતો.

ભારતીય ઇ-કોમર્સ કંપની બનવા પોતાના શેરમાં વધારો કરવા ફલિપકાર્ટને  16 અબજ ડોલરમાં હસ્તગત કર્યા પછી વિશ્વની સૌથી મોટી કંપની બની ગયાના 18 મહિના પછી વોલમાર્ટે આ પગલું ભર્યું હતું.

ઐયરે ઇ-મેલ સંદેશમાં કહ્યું હતું કે ‘વોલમાર્ટ ભારતમાં  બી ટુબી કેશ એન્ડ કેરી વેપારમાં વૃધિૃધ કરવા પ્રતિબધૃધ છે’એમ ઐયરે કહીને ઉમેર્યું હતું કે કંપની વધુ અસરકારક રીતે કામ કરવા હમેંશા નવા  નવા અખતરા કરતી જ રહે છે. છુટા કરાયેલા તમામ 56 જણાને વધારાના લાભ અપાયા હતા અને તેમના સૃથળાંતર માટે પણ સહયોગ આપવામાં આવ્યો હતો, એમ ઐયરે કહ્યું હતું.

વોલમાર્ટે તાજેતરમાં તેના બ્રિક એન્ડ મોર્ટાર સ્ટોર્સ અને ઇ-કોમર્સમાં  નોંધપાત્ર રોકાણ કર્યું હતું.’આમ અમે ટેકનોલોજીમાં મોટું રોકાણ કરીએ છીએ અને  બેસ્ટ પ્રાઇસ સ્ટોરની સ્વસ્થ્ય પાઇપલાઇન ધરાવીએ છીએ.  વોલમાર્ટે ભારતમાં છ નવા બેસ્ટ પ્રાઇસ હોલસેલ સ્ટોર અને એક ફુફિલમેન્ટ સેન્ટર ખોલ્યા હતા. ઉપરાંત તેના વેપારમાં 22 ટકાનો વધારો થયો હતો. 

ભારતમાં છુટક વેપારમાં જબરજસ્ત સ્પર્ઘા ચાલી રહી છે એવા સમયે વોલમાર્ટે કર્મચારીઓની છટણી શરૂ કરી હતી. અનેક કંપનીઓ તરફથી કટોકટની સ્પર્ધાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સૃથાનિક કિરાણા સ્ટોરને વિદેશી કંપનીઓથી બચાવવાના હેતુ સાથે અત્યંત કડક નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે.

Read Also

Related posts

સ્વાતિ રડાર : 50 કિ.મી.ની ત્રિજ્યામાં દુશ્મનના ઉડતા વિમાનોનું આવી બનશે

Dilip Patel

અરે વાહ! ફેસ્ટિવ સીઝનમાં સસ્તુ થઇ ગયું સોનુ, આજના ભાવ જાણીને ખુશ થઇ જશો

Bansari

કોરોના હશે તો દૂર નહીં થાય પણ ચેપ લાગવાની શક્યતા ઘટશે, આ ઉપાય ભૂલ્યા વિના અજમાવો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!