GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

OYO બાદ હવે આ કંપની કરવાની છે ટોપ લેવલ પર છટણી,ખતરામાં છે 100થી વધારે લોકોની નોકરી

ઓયો રૂમ્સ (OYO Rooms) બાદ હવે ખોટમાં ચાલી રહેલી વોલમાર્ટ ઈન્ડિયા પણ પોતાના સ્ટોર્સ બિઝનેસ સાથે જોડાયેલાં સીનિયર એક્ઝિક્યૂટિવ્સને હટાવવા જઈ રહી છે. ઈકોનોમિક ટાઈમ્સનાં રિપોર્ટ મુજબ, કંપની ગુરૂગ્રામ સ્થિત હેડઓફિસમાં કામ કરતાં સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને FMCG ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ સહિત 100થી વધારે સીનિયર એક્ઝિક્યૂટિવ્સની છટણી કરવાની છે. રિપોર્ટ મુજબ, વોલમાર્ટે એક ટાઉનહોલમાં તેની જાહેરાત કરી હતી.

ટોપ લેવલ પર છટણી

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છેકે, વોલમાર્ટને દેશમાં કેશ-એન્ડ કેરી બિઝનેસમાં કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યુ નથી. અને આ છટણી આ બિઝનેસનેવ વેચવા અથવા ફ્લિપકાર્ટના બેક-એન્ડની સાથે પોતાના કામકાજને મળવાની શરૂઆત થઈ શકે છે. કંપની મુંબઈમાં  ફુલફિલમેન્ટ સેન્ટર પણ બંધ કરવાની તૈયારીમાં છે. તેની સાથે જ વોલમાર્ટ ભારતમાં વધારે સ્ટોર પણ નહી ખોલે.

એપ્રિલમાં ફરી કરશે છટણી

ભારતમાં વોલમાર્ટને પ્રોફિટ મળી રહ્યો નથી. અહેવાલ છેકે, કંપની ચાલું વર્ષે વધારે લોકોની છટણી કરી શકે છે. મીડિયા રિપોર્ટમાં કંપનીનાં શીર્ષ અધિકારીઓનાં હવાલાથી જણાવવામાં આવ્યુ છેકે, આ છટણીનો પહેલો દોર છે. અને અમે એપ્રિલ સુધીમાં ફરી છટણી કરી શકીએ છીએ.

READ ALSO

Related posts

SMART CITY’ અમદાવાદના તંત્રની સામાન્ય વરસાદે ખોલી દીધી પોલ, શહેરના રસ્તા ફેરવાયા ભૂવામાં

pratik shah

દિવાળી સુધી શાળાઓ નહીં ખૂલે: 58 ટકા વાલીઓ કરી રહ્યા છે ઈનકાર, અનલોક-4માં પણ રહેશે પ્રતિબંધ

Mansi Patel

આ છે દુનિયાનો જોખમી રોગ, આ 9 લક્ષણોને અવગણશો તો ટ્રાન્સપ્લાન્ટ સિવાય નહીં બચે ઉપાય

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!