GSTV

Paytmને Google Play Store પરથી હટાવ્યા બાદ હવે શું થશે વોલેટમાં જમા તમારા પૈસાનું? જાણો અહીં

Paytm

પેટીએમને (Paytm) ગુગુલ પ્લે સ્ટોર (Google Play Store) પરથી હટાવવા પર એન્ડ્રોયડ સિક્યોરિટી એન્ડ પ્રાઈવસી પ્રોડક્ટ વાઈસ પ્રેસિડેન્સ સુઝન ફ્રેએ નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના ઓનલાઈન કેસિનોની પરવાનગી નથી આપતા અને ન સ્પોર્ટ્સ બેટિંગને પ્રોત્સાહન આપનાર અનરેગુલેટેડ ગેમ્બલિંગ એપ્સને સપોર્ટ કરે છે. તેમાં એપ પણ શામેલ છે જે ગ્રાહકોને બહારની વેબસાઈટ્સ પર મોકલે છે અને જ્યાં તે પેડ ટુર્નામેન્ટ્સમાં અસલી પૈસા અથવા કેશ પ્રાઈઝ જીતી શકે છે આ અમારા નિયમોનું ઉલ્લંઘન છે.

Paytmમાં જમા પૈસાનું હવે શું થશે?

ગુગલ દ્વારા પ્લે-સ્ટોરમાંથી એપ હટાવ્યા બાદ Paytmએ કહ્યું કે આ એપને અસ્થાયી રીતે પ્લે-સ્ટોરમાંથી એપ હટાવ્યા બાદ Paytmએ કહ્યું કે એપને અસ્થાયી રીતે પ્લે-સ્ટોર પરથી હટાવી લેવામાં આવી છે. પેટીએમે ટ્વીટ કરીને કહ્યું છે કે પેટીએમ હાલ ગુગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ નથી પરંતુ અમે ટુંક સમયમાં જ પરત ફરીશું. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અને તમે ટૂંક સમયમાં જ પહેલાની જેમ પેટીએમ એપનો ઉપયોગ કરી શકશો.

Paytm

Googleએ લીધો મોટો નિર્ણય

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે Googleએ મોટો નિર્ણય લીધો છે. Google Play Store પરથી Paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ Paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Google ઇન્ડિયાએ જણાવી પ્લે સ્ટોરની પોલીસી

Paytm

રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.

‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં જે તેને સુગમ બનાવે. તેમાં જો એપ ગ્રાહકોને પૈસા અથવા કેશ પ્રાઇઝ જીતવા માટે પેઇડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક્સટરનલ વેબસાઇટ પર લઇ જાય, તો તે પોલીસીનું ઉલ્લંઘન છે. ‘ તેમ ગુગલના બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતુ.

Paytmનો આવ્યો આ જવાબ

પેટીએમએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અથવા અપડેટ કરવા માટે ગૂગલના પ્લે સ્ટોર પર અસ્થાયીરૂપે અનુપલબ્ધ છે. તે ખૂબ જ ટૂંક સમયમાં પાછી આવશે. તમારા બધા પૈસા સંપૂર્ણપણે સલામત છે અને જે લોકો પહેલાથી પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે તેઓ હંમેશની જેમ તેમની પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

iOS યુઝર્સ હજુ પણ કરી શકશે Paytm યુઝ

Paytm હજુ પણ Apple App Store પર ઉપલબ્ધ છે અને જેમણે તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરી છે તેઓ હજુ પણ આ એપનો ઉપયોગ કરી શકશે. હજુ સુધી એપની સર્વિસમાં કોઇ ઇશ્યુ રિપોર્ટ થયો નથી. આ ઉપરાંત Paytm બિઝનેસ એપ પ્લે સ્ટોર પર હજુ પણ ઉપલબ્ધ છે.

Paytm

જણાવી દઇએ કે Paytm ભારત જ નહી પરંતુ વિશ્વભરની સૌથી મોટી ફિનટેક એપ્સમાંથી એક છે. સેન્સર ટાવરના લેટેસ્ટ ડેટા અનુસાર ઓગસ્ટમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાં Paytm છઠ્ઠા નંબરે છે. આ સમયગાળામાં જ આ એપને 6.7 મિલિયનવાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. Paytmના કુલ 450 મિલિયન યુઝર્સ છે. જણાવી દઇએ કે Paytm શોપિંગ, ગેમિંગ, બેન્કિંગ વગેરે ઓફર કરતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પેમેન્ટ માટે વિકસાવવામાં આવી છે.

Read Also

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!