GSTV

હવાથી ફેલાતા કોરોનાથી બચવા બાલ્કનીમાં ઉભા રહેવા અથવા પાર્કમાં ફરવુ કેટલુ સુરક્ષિત !

કોરોના વાયરસના સંક્રમણની શરૂઆતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ હતું કે, કોરોના વાયરસ રોગીઓના શ્વાસ મારફતે પણ આ વાયરસ ફેલાઈ રહ્યો છે. ત્યારે આ સમયે એ જાણવુ અતિ જરૂરી બની જાય છે કે, શું બાલ્કની ઉભા રહેવા અથવા તો પાર્કમાં ફરવાથી જોખમ વધી શકે છે.

કોરોના પોઝિટીવ દર્દીઓના ખાંસવા અથવા તો છીંકવાથી ફેલાય છે રોગ

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના ખાંસવા અને છીંકવાથી નાકમાંથી અને મોંમાથી નિકળતા ડ્રોપલેસ ઝડપથી બહાર આવે છે. ત્યારે આવા સમયે જો તમે તે દર્દીથી ઓછામાં ઓછા 6 ફૂટ દૂર એ પણ માસ્ક પહેરેલુ હોય તો તમને સંક્રમણનું જોખમ ઓછુ રહે છે. તેમ છતાં પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

અલગ અલગ રીતે ફેલાય છે રોગ

જો કે, ચીનમાં રેસ્ટોરન્ટમાં અલગ અલગ ટેબલ પર ખાવાનું ખાવાથી પણ કોરોનાથી સંક્રમિત થયાની ખબરો આવી રહી છે. તેના માટે એસીના કારણએ હવામાંથી નિકળતા વેંટના કારણે આ સંક્રમણ ફેલાયુ હોવાનું જાણવા મળે છે. અમેરિકામાં પણ એક હોલમાં કામ કરવાથી એક સાથે 52 લોકો કોરોના પોઝિટીવ થયા હતા. દુનિયામાં અલગ અલગ દેશોમાંથી આ પ્રકારની ખબરો આવી રહી છે.

હવાથી ફેલાય છે કોરોના

ગત મહિને જ 239 વૈજ્ઞાનિકોએ WHO પત્ર લખી જણાવ્યુ હતું કે, કોરોના વાયરસ હવામાંથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ આ માટે જઆવ્યુ હતું કે, ઘરની અંદર પણ એન-95 માસ્ક પહેરવુ જરૂરી છે.

વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે, ખાંસી અથવા તો છીંકની 20 ફૂટ સુધી ડ્રોપ પડે છે. તેથી સામાન્ય વાતચીત દરમિયાન પણ ડ્રોપ નિકળતા હોય છે. જે 10 મીનિટ કરતા પણ વધારે સમય સુધી હવામાં રહે છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોનાનું કમ્યુનિટી સ્પ્રેડિંગ ચાલુ થયાનું માની રહ્યા છે આ આરોગ્યમંત્રી, કર્યા આ ખુલાસા

Karan

કામના સમાચાર/ સરકારની આ યોજનામાં તમને મળશે મફતમાં ગેસ સિલિન્ડર, જલ્દી કરો અંતિમ તારીખ છે 30 સપ્ટેમ્બર

Pravin Makwana

ડીસા : ભારે વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા, બે મહિના બાદ પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની બે સીઝન ફેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!