GSTV

ઉંઘના બદલે પૈસાઃ 9 કલાકની ઉંઘ કરી મેળવો 1 લાખ રૂપિયા, જાણો શું છે યોજના!

Last Updated on September 3, 2020 by Bansari

જો પૂછવામાં આવે કે, દુનિયામાં પૈસા કમાવવાની સૌથી સરળ રીત કઈ છે તો, વધારે પડતા લોકો એ જ કહેશે કે, હું ઈચ્છું છું કે, મને સૂવાના બદલામાં પૈસા મળે. સામાન્ય રીતે જોવામાં આવ્યુ છે કે, કોઈના માટે ડ્રીમ જોબ હોઈ શકે છે. કારણ કે, દરેક વ્યક્તિ પોતાની ઉંઘ છોડીને મેહનત કરી પૈસા કમાઈ છે, પરંતુ જો કોઈને માત્ર સૂવા માટે પૈસા મળે છે તો, તેનાથી સળ રીત બીજી કોઈ ન હોઈ શકે પૈસા કમાવવાની.

ઈંટર્નશિપ માટે યૂનિફોર્મ પણ છે

ખરેખર બેંગલુરુની એક કંપની જે તમને 9 કલાકની ઉંઘના બદલે 1 લાખ રૂપિયા આપી રહી છે. આ કંપનીનું નામ છે Wakefit જેમણે આ યોજના કાઢી છે. ખરેખર આ કંપની લોકોની ઉંઘના પેટર્ન પર નજર રાખવા માટે એક ‘સ્લીપ ઈંટર્નશિપ’ લઈને આવી છે. કંપનીની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ઈંટર્નશિપ માટે યૂનિફોર્મ પણ છે. તમારે એડ્રેસ કોડ હશે ‘પજામાં’, પરંતુ તેની સાથે એક શરત પણ છે કે, 100 દિવસ સુધી આ જ રીતે 9 કલાકની ઉંઘ લેવાની છે.

ઈંટર્નશિપ માટે યૂનિફોર્મ પણ છે?

તે માટે તમારામાં આ ગુણ હોવો જરૂરી છે. સૌ પ્રથમ તમારી પાસે કોઈપણ વિષયના સબ્જ્કેટમાં ડિગ્રી હોવી જોઈએ અથવા તમને લેક્ચર અથવા અભ્યાસ દરમિયાન ઉંઘ આવે છે, તો તમે આ માટે બિલકુલ પરફેક્ટ છો. તે સાથે જ બેડ પર જતા જ 10-20 મિનિટની અંદર તમને ઉંઘ આવી જવી જોઈએ.

સૂવાની ક્ષમતા હોવી જોઈએ

તે સિવાય તમારી અંદર અવાજમાં પણ સૂવાની ક્ષમતા હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર ઓછા રહેતા હોવ, મેડિટેશન સ્લીપ ટેકનિકથી સૂવાની આદત છે, ઓનલાઈન કંટેટમાં ઓછી રૂચિ છે. જો હવે તમારી અંદર બધા પ્રકારના ગુણ છે તો, તમે આ પ્રોગ્રામ માટે બિલકુલ પરફેક્ટ છો.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!