GSTV

પ્રખ્યાત દિવંગત સંગીતકાર વાજિદની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પરિવાર વિશે કહી આ મોટી વાત

કોરોના કાળમાં આપણે ન જાણે કેટલાક કલાકારોને ગુમાવી દીધા છે. તેમાંથી એક નામ છે સંગીતની દુનિયાની પ્રખ્યાત જોડી સાજિદ-વાજિદના વાજિદનું. વાજિદ ખાનનું લાંબી બીમારી બાદ 1 જૂન 2020ના રોજ નિધન થઈ ગયુ છે. ત્યારબાદ સાજિદ-વાજિદની પ્રખ્યાત જોડી હંમેસા-હંમેશા માટે તૂટી ગઈ છે, પરંતુ વાજિદના નિધન બાદ તેની પત્ની કમલરૂખનું જીવન મુશ્કેલીઓથી ભરેલુ નજર આી રહ્યું છે. કારણ કે, કમલરૂખે વાજિદના પરિવાર પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ

વાજિદ ખાનની પત્ની કમલરૂખે સોશ્યલ મીડિયા પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, તેમને વાજિદના પરિવાર દ્વારા ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ તેઓ પતિના અવસાનની પીડામાંથી બહાર નીકળી શકી નથી, તો બીજી તરફ વાજિદના પરિવારજનો દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

લગ્ન સ્પેશલ મેરેજ એક્ટના અંતર્ગત કર્યા હતા

કમલરૂખે લેટરમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું કે, હું પારસી હતી તે મુસ્લિમ હતા. અમે કોલેજ સ્વીટહાર્ટ્સ હતા. અહીંયા સુધી કે, જ્યારે અમે લગ્ન કર્યા તો સ્પેશલ મેરેજ એક્ટના અંતર્ગત કર્યા હતા. હું તેના પર મારો અનુભવ જણાવવા માગુ છું કે, કેવી રીતે મને ઈન્ટરકાસ્ટ મેરેજ કર્યા બાદ ધર્મના આધાર પર ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખૂબ જ શરમજનક છે અને બધાની આંખો ખોલી આપનાર છે. હવે જોવીની વાત એ છે કે, વાજિદના પરિવારની તરફથી આ મુદ્દે શું પ્રતિક્રિયા મળે છે.

READ ALSO

Related posts

મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..

Ali Asgar Devjani

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani

પ્રથમ દિવસે ના પૂર્ણ થયો વેક્સિન લગાવવાનો ટાર્ગેટ, 1.91 લાખ લોકોને જ લગાવવામાં આવ્યા ડોઝ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!