GSTV

કોરોના વેક્સિનની આયાત પર 10 ટકા આયાતડ્યૂટી માફ કરી શકે છે સરકાર, વેક્સિન નિર્માતાઓને 4,500 કરોડ રૂપિયાની સપ્લાય ક્રેડિટ

કોરોના

Last Updated on April 20, 2021 by Harshad Patel

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે એક રાહતભર્યા સમાચાર છે. દેશમાં  આયાત થનાર કોરોના વેક્સિન પર ભારત 10 ટકા આયાતડ્યૂટી માફ કરશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીનું કહેવું છે કે સરકાર પ્રાઈવેટ કંપનીઓને પણ વેક્સિન ઈમ્પોર્ટ કરવાની મંજૂરી આપી શકે છે. આપેલી જાણકારી મુજબ જો સરકાર આ નિર્ણય લે છે તો દેશમાં  વેક્સિનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવવા આસાન થઈ જશે.

ભારતમાં પોતાની વેક્સિન મોકલવા માટે કહ્યું

રસિયાની સ્પુતનિક વી ની આયાત ખૂબજ ટુંક સમયમાં થવાની છે. સરકાર તરફથી તેની મંજૂરી આપી દેવાઈ છે. સરકારે ફાઈઝર મોર્ડન અને જોનસન  એન્ડ જોનસન ને પણ ભારતમાં પોતાની વેક્સિન મોકલવા માટે કહ્યું છે.

પ્રાઈવેટ કંપનીઓને વેક્સિનની કિંમત નક્કી કરવાની છૂટ આપવામાં આવી શકે

રોયટર્સને જણાવ્યું છેકે સરકાર પ્રાઈવેટ કંપનીઓને પણ વેક્સિનની આયાત માટે મંજૂરી આપવા માટે વિચાર કરી રહી છે. આ કંપનીઓ આ વેક્સિનને ખુલ્લા બજારમાં વેચી શકશે. આ કંપનીઓને વેક્સિનની કિંમત નક્કી કરવાની છૂટ આપવામાં આવી શકે છે. જણાવી દઈએ કે અત્યારે દેશમાં કોવિડ 19 વેક્સિની ખરીદી અને વેચાણ પર સરકારનું નિયંત્રણ છે..

કોરોના

બંને કંપનીઓને સપ્લાય ક્રેડિટ તરીકે 4,500 કરોડ રૂપિયા આપશે

દેશમાં વેક્સિનેશન વધારવા માટે નાણામંત્રાલયે સોમવારે કોવિડ19 વેક્સિન નિર્માતા કંપનીઓ ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈંન્ડિયાને સપ્લાય ક્રેડિટ આપવાની મંજૂરી આપી દીધી છે. પહેલા કોવિડ 19ના પ્રભારી નોડલ મંત્રીઓ માટે ક્રેડિટ મંજૂર કરવામાં આવશે. પછીએને વેક્સિન ઉત્પાદન કરનાર બંને કંપનીઓને સોંપવામાં આવશે. મંત્રાલયે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફઈન્ડિયા માટે 3 હજાર કરોડ રૂપિયા અને ભારત બાયોટેક માટે 1,500 કરોડ રૂપિયાની ક્રેડિટ આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!