GSTV

મધુ શ્રીવાસ્તવના હનુમાનજી પ્રત્યેના પ્રેમમાં ભાજપ પર શનિની સાડાસાતી શરૂ થઈ ગઈ

પ્રજાના કામોને લઇને પહેલા કેતન ઇનામદારની નારાજગી હવે મધુ શ્રીવાસ્તવના મારૂતીનંદન પ્રત્યેના મોહના કારણે પક્ષ સામે બાંયો ચઢાવવાનો ઘટનાક્રમ જાણે ભાજપ માટે શનિની વક્ર દ્રષ્ટી શરૂ થઇ હોય તેવું લાગી રહ્યું છે…જો કે મધુ શ્રીવાસ્તવનો હનુમાનજી પ્રત્યેનો પ્રેમ જ નારાજગી માટેનું કારણ છે બીજુ કંઇક આ સવાલ જરૂરથી સર્જાયો છે.

  • પહેલા સાવલીના ધારાસભ્ય
  • હવે વાઘોડીયાના ધારાસભ્ય
  • પહેલા પ્રજાના કામની દુહાઇ
  • હવે મારૂતિનંદનની મૂર્તિની માંગ
  • આખરે શું નારાજગીના કારણ આજ છે કે બીજુ કંઇક ?

કેતન ઇનામદારનો પ્રશ્ન માંડ ઉકેલી શકેલા ભાજપ માટે હવે મધુ શ્રીવાસ્તવ નામની મુશ્કેલી ઉભી થઇ ગઇ છે. પોતાના દબંગ અંદાજ માટે જાણીતા વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હવે ભાજપ સામે નારાજગીનો સૂર છેડી દીધો છે. આમ તો પોતાની માંગને ડંકેથી ચોટ પર મૂકતા મધુ શ્રીવાસ્તવે આ વખતે કારણ એવું આપ્યુ છેકે આ કારણનું રાજકારણની આંતરડારૂપી આંટીઘૂટીમાં ચયાપચ્ય થવું થોડું અઘરું છે.

વાત કંઇક એમ છે કે મધુ શ્રી વાસ્તવ પોતાના પરિવારના નામનું ટ્રસ્ટ અને પોતાના વિસ્તારમાં હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવા માંગે છે. અને પોતાની આ માંગને લઇને તેણે સીધા જ મહેસૂલ પ્રધાન કૌશીક પટેલ અને તેમના વિભાગના અધિકારીઓ સામે પોતાના કામમાં અડચણ ઉભી કરવાનો આક્ષેપ કર્યો છે. 21 કરોડના ખર્ચે તૈયાર થનારી હનુમાનજીની મૂર્તિને લઇને મધુ શ્રીવાસ્તવના રિસામણા ચોક્કસપણે ભાજપ સંગઠન સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

સળગતા સવાલ

  • ભાજપમાં કેમ વારંવાર ભડકો થઈ રહ્યો છે?
  • ૪૮ કલાકમાં જ ભાજપના બીજા ધારાસભ્ય કેમ થયા નારાજ?
  • પ્રદેશ સંગઠનની રચના પહેલાં એક પછી એક ધારાસભ્યોની નારાજગી કેમ બહાર આવી રહી છે?
  • શું ભાજપમાં ખરેખર નારાજગી છે કે પછી પોતાના કામ પાર પાડવા ધારાસભ્યોની સ્ટંટબાજી છે?
  • શું પોતાની વાત મનાવવા રાજીનામા કે તેની ચીમકી આપવાના હથિયારનો ઉપયોગ કરી રહ્યાં છે?
  • શું સરકારી અધિકારીઓ ધારાસભ્યોના કહ્યામાં નથી?
  • શું અધિકારીઓ મનમાની કરી રહ્યાં છે?
  • મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને લાફા મારવાની ધમકી આપી છે
  • આ પ્રકારની ભાષા શું ધારાસભ્યને શોભે?

આ સવાલ ચોક્કસપણે એવા અણિયારા છે જેના જવાબ મળવા મુશ્કેલ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે શિસ્તની વાતો કરતા ભાજપ પક્ષ માટે આ સ્થિતી ચોક્કસપણે ભડકા જેવી છે.

READ ALSO

Related posts

પાર્ટ ટાઈમ જોબની સાથે ટીચરે શરૂ કરી ખેતી, આજે છે 1 કરોડનું ટર્નઓવર

Mansi Patel

ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોને જેલમાં સિન્ડિકેટ રચતા રોકવા લેવામાં આવ્યો મોટો નિર્ણય

Nilesh Jethva

જૈસી કરની વૈસી ભરની/ મંચ પરથી નેતાજી બોલ્યા કોને ક્યારે પાડવાના છે જનતા જાણે છે, ત્યાં જ નેતાજી પણ મંચ પરથી ધડામ કરતા નીચે આવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!