GSTV
Business India News Trending

બેરોજગારો ખાસ વાંચે/ આગામી બે વર્ષોમાં 10 લાખ નોકરીઓનુ થશે સર્જન, EPFOએ કરી છે આ ખાસ તૈયારી

ESIC

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના માધ્યમથી વેતન સબસિડી પર કેન્દ્રના 6000 કરોડ ખર્ચ થવાની સંભાવના છે અને આગામી બે વર્ષોમાં દસ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળી શકે છે. બે અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, નોકરી સૃજનનુ લક્ષ્ય સેલરી પિરામિડના નીચલા પાયદાન પર છે પરંતુ ઔપચારિતાને ધક્કો લાગશે. જો કે કેટલીક કંપનીઓ દ્વારા કરવામાં દાવા વિરુદ્ધ નવી નોકરીઓની સંખ્યાનું વિનિયમન મુશ્કેલ હશે.

pf

5 લાખ વેપારી સંસ્થાઓને EPFO સાથે રજીસ્ટર કરવામાં આવી

તેમણે કહ્યું કે, પહેલ સાથે દસ લાખ નોકરીઓ પેદા કરવી મુશ્કેલ નથી. એક અધિકારીએ તેમ જણાવ્યું કે, 20 કે તેથી વધુ શ્રમિકો ધરાવતી ઓછામાં ઓછી 5 લાખ વેપારી સંસ્થાઓને EPFO સાથે રજીસ્ટર કરવામાં આવી છે અને જો પોતાના પગાર પત્રકમાં પ્રત્યેકમાં બે કર્મચારી જોડવામાં આવે તો 10 લાખનો લક્ષ્ય સરળતાથી હાંસેલ કરી શકાશે.

અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ ક્વાર્ટરના નિરાશાજનક પ્રદર્શનથી અર્થવ્યવસ્થામાં ધીરે ધીરે ઉછાળો આવવાની આશા છે. નિર્માણ, રિયલ એસ્ટેટ અને સીમેન્ટ તથા ઑટો સેક્ટરમાં માગ ફરીથી વધી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનામાં તેવી જોગવાઇ છે કે લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનાર કર્મચારીઓને પરત લેનાર ફર્મોને 24 ટકા સુધીની EPF સબસિડીનો લાભ મળશે. જૂના કર્મચારીઓને પહેલા જ પરત લેવામાં આવી રહ્યાં છે.

આ શ્રમિકોને કેન્દ્ર બે વર્ષ માટે સબસિડી આપશે

ઇમરજન્સી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 1 માર્ચથી 30 સપ્ટેમ્બર વચ્ચે નોકરી ગુમાવનાર શ્રમિકોને કેન્દ્ર બે વર્ષ માટે સબસિડી આપશે. તેવામાં આવા કર્મચારીઓ ફરીથી નોકરીમાં જોડાઇ રહ્યાં છે, સાથે જ 1 ઓક્ટોબર અને 30 જૂન 2021 સુધીમાં આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત નવા કર્મચારીઓ પણ જોડાશે. બંને શ્રેણીઓ માટે 15,000 રૂપિયા માસિક પગારધોરણ નક્કી કરવામાં આવ્યુ છે.

પહેલી EPF સબસિડી યોજના, પીએમ રોજગાર યોજના 2016માં ઘોષિત કરવામાં આવી હતી જેમાં ત્રણ વર્ષમાં 8300 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો. તેમ અધિકારીએ જણાવ્યું. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના વધુ વ્યાપક છે પરંતુ ફક્ત બે વર્ષ માટે. સત્તાવાર ગણતરી હજુ નથી કરવામાં આવી પરંતુ આશરે 5500થી 5600 કરોડનો ખર્ચ થશે.

ગઇ વખતે 1,53,000 કંપનીઓએ લાભ લીધો હતો જ્યારે આ વખતે સંખ્યા વધુ હશે. અમે આશા રાખીએ છીએ કે સંખ્યાબંધ શ્રમિકોની વાપસી થાય, ખાસ કરીને તે જેમણે લોકડાઉન દરમિયાન વેપારમાં થયેલા નુકસાનના કારણે નોકરી ગુમાવી હતી. તેમ બીજા અધિકારીએ જણાવ્યું હતુ.

Read Also

Related posts

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel

હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો

Siddhi Sheth

તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ

pratikshah
GSTV