ઑડિયો રિંગટોનનો જમાનો ગયો હવે ટ્રેન્ડમાં છે Video રિંગટોન, આ રીતે કરો યુઝ

કદાચ આ તમને જરાં વિચિત્ર લાગશે પરંતુ આ જ હકીકત છે કે હવે તમે તમારા સ્માર્ટફોનમાં વીડિયો રિંગટોન યુઝ કરી શકો છો. તેના માટે ભારતમાં એક એપ લૉન્ચ થઇ છે. જેનું નામ Vyng છે. આ એક અમેરિકન કંપની છે જે પહેલાં અમેરિકા સહિત અનેક દેશોમાં પોતાની સેવા આપતી હતી પરંતુ હવે આ કંપનીએ પોતાની એપ ભારતમાં પણ લૉન્ચ કરી છે. ચાલો જાણીએ કે તમે તમારા સ્માર્ટફોનમાં વીડિયો રિંગટોનનો યુઝ કેવી રીતે કરી શકો છો.

Vyngના ફિચર્સ

આ એપમાં બોલીવુડ સાથે સાથે ભક્તિ સંગીત પણ આપવામાં આવ્યું છે જેને તમે રિંગટોનના બદલે યુઝ કરી શકો છો. આ એપને હાલ ગૂગલ પ્લે સ્ટોર પર લૉન્ચ કરવામાં આવી છે. તેવામાં આ એપ ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ જ યુઝ કરી શકે છે. iOS યુઝર્સે હજુ આ એપ માટે રાહ જોવી પડશે. આ એપ પર તમે તમારો વીડિયો પણ અપલોડ કરી શકો છો અને રિંગટોન તરીકે યુઝ કરી શકો છો.

જણાવી દઇએ કે હાલ Vyng 174 દેશોમાં યુઝ કરવામાં આવી રહી છે જેમાં ભારત, નેપાળ અને અમેરિકા જેવા દેશ સામેલ છે. આ એપને પહેલીવાર 2017માં લૉન્ચ કરવામાં આવી હતી. આ એપને અત્યાર સુધી 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter