GSTV
Home » News » જો આમ થયું તો EVM નહીં પણ VVPAT નિર્ણય કરશે કે કોણ જીત્યું અને કોણ હાર્યું, નેતાઓને અપાઈ આ છૂટ

જો આમ થયું તો EVM નહીં પણ VVPAT નિર્ણય કરશે કે કોણ જીત્યું અને કોણ હાર્યું, નેતાઓને અપાઈ આ છૂટ

VVPAT lok sabha

લોકસભાની ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂરૂ થઈ ચૂક્યું છે. 19 મેના રોજ સાતમા અને છેલ્લા તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણીનાં પરિણામો 23 મેના રોજ આવશે. અગાઉ ચૂંટણી પંચે કહ્યું હતું કે મતદાનનાં પરિણામોમાં વિલંબ થઈ શકે છે. મતલબ એ છે કે વીવીપીએટીમાં મત ગણતરી થાય તો સમય લાગી શકે છે. હવે કમિશન કહે છે કે જો ગણતરી દરમિયાન EVM અને VVPATમાં નોંધાયેલા મતો વચ્ચે તફાવત આવ્યો તો વીવીપીએટીનાં ડેટાને ફાઈનલ ગણતર તરીકે માનવામાં આવશે. અને એ પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવશે.

Chandni Chowk evm

ગણતરીના સમયે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ ઇવીએમ અને એનાં સંબંધિત વીવીપીએટીમાં નોંધાયેલા મતને મેળવવામાં આવશે. જો કે ઉમેદવારોની માંગ પર કોઈપણ ચોક્કસ ઇવીએમ અને સંબંધિત વીવીપીએટીની ગણતરી પણ કરી શકાય છે. મતોની ગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિતી નિયમો આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે બધા બૂથ પર વીવીપીએટી અને ઇવીએમ એકસાથે જ ઉપયોગમાં લેવામાં આવ્યાં છે.

કમિશને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ કારણોસર ઈવીએમ અને વી.પી.પી.એ.ટી. માં નોંધાયેલ ડેટા જુદો આવ્યો તો વી.પી.પી.ટી.ટી.ની ગણતરીને ફાઈનલ પરિણામ ધ્યાનમાં લઈને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ગણતરી દરમિયાન કમિશન લોટરી દ્વારા પસંદ કરેલા પાંચ વીવીપેટની ગણતરી કરાશે. પરંતુ જો કોઈ ઉમેદવાર કોઈ ચોક્કસ ઇવીએમ પર શંકા કરે છે તો તે સંબંધિત વી.પી.પી.એ.ટી.ની ગણતરી માટે ચૂંટણી અધિકારીને અરજી કરી શકે છે. ઉમેદવારો પોતે ખૂદ અથવા તેમના મતગણના એજન્ટ દ્વારા અરજી કરી શકે છે. પરંતુ તેઓએ તેમની માગના સમર્થનમાં સખત કારણ આપવું પડશે. જો કે ગણતરી કરવા અથવા ગણતરી કરવાનો નિર્ણય સંપૂર્ણપણે ચૂંટણી અધિકારીના વિવેકબુદ્ધિ પર આધાર રાખશે.

READ ALSO

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!