GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

ચીનના શહેર વુહાનમાં બુધવારે લોકડાઉન સમાપ્ત થઈ ગયું છે, જ્યાં કોરોના વાયરસની શરૂઆત થઈ હતી. આ લોકડાઉન 76 દિવસ પછી ખોલવામાં આવ્યું છે. આ ઘટના બાદ હજારો લોકોએ શહેર છોડવાની ફિરાકમાં છે.

પ્રતિબંધ હટાવ્યા બાદ લોકોએ બહાર નિકળવાનું શરૂ કર્યુ

લોકડાઉનને કારણે શહેરમાં લગભગ 1.1 લાખ લોકો ફસાયા હતા. દરમિયાન, આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ચેપ વધારવાનું જોખમ હજી સંપૂર્ણ રીતે કાબુમાં નથી આવી શક્યું, મુસાફરી પરના પ્રતિબંધોને દૂર કર્યાના કલાકોમાં, માસ્ક પહેરેલા હજારો લોકોએ ટ્રેનો, ઘરેલુ ફ્લાઇટ્સ અને ટેક્સી પર શહેરમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું હતુ.

ટ્રેન અને હવાઈ મુસાફરી દ્વારા લોકો શહેર છોડવાની ફિરાકમાં

આરોગ્ય પ્રમાણપત્ર મેળવનારા તમામ સ્થાનિક લોકો માટે સરકારે માર્ગ, હવા અને ટ્રેન મુસાફરી પરનો પ્રતિબંધ હટાવ્યા છે. મંગળવારે મધ્યરાત્રિએ વુહાનની આજુબાજુના ટોલ ગેટ પર બેરિકેડ્સ દૂર કરવામાં આવ્યા હતા. આ પછી, વાહનોની લાંબી લાઇન લાગેલી જોવા મળી હતી. એક અંદાજ મજુબ બુધવારે લગભગ 55,000 લોકો વુહાનથી ટ્રેનો દ્વારા રવાના થયા હતા.મંગળવાર સુધીમાં ચીનમાં પર કુલ પુષ્ટિ થયેલા કેસો વધીને 81,802 થયા છે, જેમાંથી 1,190 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, 77,279 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 3,333 લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!