GSTV
Home » News » મૃતપાય બનેલી વીએસ હોસ્પિટલનું 200 કરોડ 61 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

મૃતપાય બનેલી વીએસ હોસ્પિટલનું 200 કરોડ 61 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા વીએસ હોસ્પિટલનું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. મૃતપાય બનેલી વીએસ હોસ્પિટલનું 200 કરોડ 61 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મેયરને ડ્રાફ્ટ બજેટ આપવામાં આવ્યું હતું. મેયર આ બજેટ માં ફેરફાર કરીને રજૂ કરશે. મહત્વનું છે કે વર્ષ 2019-2020નું વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રૂ.172 કરોડનું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં રૂ. 28 કરોડનો વધારો સૂચવાયો છે. જેમાં રાજ્ય સરકાર પાસેથી રૂપિયા 20 કરોડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂપિયા 195 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે. આ બજેટમાં રીનોવેશન પાછળ મોટો ખર્ચ કરાશે.

વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ

  • વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૨૦૦ કરોડ ૬૧ લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
  • વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ ૧૭૨ કરોડ હતું
  • ગત વર્ષ કરતા આ વષર્ે બજેટમાં રૂપિયા ૨૮ કરોડનો વધારો
  • રાજ્ય સરકાર પાસેથી રૂપિયા ૨૦ કરોડ ગ્રાંટ મેળવાશે
  • એએમસી પાસેથી રૂપિયા ૧૯૫ કરોડની ગ્રાંટ મેળવાશે
  • બજેટમાં રિનોવેશન પાછળ મોટો ખર્ચ કરાશે
  • સમગ્ર બિિલ્ડંગના રિનોવેશન પાછળ રૂપિયા ૭ કરોડનો ખર્ચ થશે
  • વીએસ હોસ્પિટલ હાલ ૩ કરોડ ૩૩ લાખની આવક
  • દર્દી માટે કલર ડોલ્પેર સિસ્ટમ ખરીદવા માટે ૫૦ લાખની જાગવાઈ

1931માં શરૂ કરવામાં આવેલી વીએસ હોસ્પિટલનું હેરિટેજ બિલ્ડિંગ ઘણું જુનું છે, જેમાં વોર્ડ નંબર 1થી 6 કાર્યરત છે. જેથી આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવશે. આ સમગ્ર બિલ્ડિંગના રિનોવેશન પાછળ રૂ.7 કરોડનો ખર્ચ કરાશે. તો વીએસ હોસ્પિટલની હાલમાં રૂપિયા 3 કરોડ 33 લાખની આવક છે. જેની સામે સામાન્ય ખર્ચ રૂપિયા 193 કરોડ અને અસામાન્ય ખર્ચ 7 કરોડ જેટલો થાય છે. જેથી કોર્પોરેશન પાસેથી રૂપિયા 195 કરોડ અને રાજ્ય સરકાર પાસેથી રૂપિયા 20 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે. દર્દીઓ માટે કલર ડૉપ્લેર સિસ્ટમ ખરીદવામાં આવશે જેની માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

સાવધાન! જો મોબાઈલમાં આવે આ મેસેજ તો ચેતી જજો, તમારા બેન્ક ખાતામાંથી થશે પૈસાની ચોરી

Ankita Trada

આ જાનવરનું સૂપ પીવું ચીનાઓને પડી ગયું મોંઘુ, ફેલાઈ ગયો કોરોના વાયરસ

pratik shah

મોદી 2.0 નો મેગા પ્લાન, GST બાદ દેશમાં લાગુ થશે આ નવી ટેક્સ પદ્ધતિ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!