અમદાવાદ કોર્પોરેશનમાં વી એસ હોસ્પિટલનું 172 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. વીએસના ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં સુપ્રીટેન્ડન્ટ મલ્હાન દ્વારા 172 કરોડ 15 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. જોકે કેટલી પથારી માટે બજેટ રજૂ કરાયું તેના પર વહિવટી તંત્ર અને સત્તાધીશોએ મૌન સેવ્યું છે. ત્યારે ડ્રાફ્ટ બજેટ રજૂ થતા પહેલા વીએસના ખાનગીકરણના આક્ષેપ સાથે કોંગ્રેસે કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો છે. ટાઉન હોલ ખાતે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા કાળી પટ્ટી પહેરી દેખાવો કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર વર્ષ ૨૦૧૯-૨૦ વર્ષ માટે વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. ગત વર્ષે 1200 પથારી માટે 161 કરોડ 25 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. સત્તાધીશોએ ગત વર્ષે ૩ કરોડના સુધારા સાથે 164 કરોડ 96 લાખનું બજેટ મંજૂર કર્યું હતું.
Read Also
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?