GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને મળી મોટી સફળતા, ગુમ થયેલા વૃષ્ટી કોઠારી અને શિવમ આ જગ્યાએથી મળી આવ્યા

અમદાવાદમાં ભેદી સંજોગોમાં ગૂમ થયેલા વૃષ્ટી કોઠારી અને શિવમ પટેલના ગૂમ થવાનો કોયડો હવે ઉકેલાય ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી પોલીસની ટીમ વૃષ્ટી અને શિવમનું પગેરુ મેળવવા કવાયત કરી રહી હતી. જેમાં ઘણા પ્રયત્નો બાદ અંતે ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. ક્રાઇમબ્રાંચે વૃષ્ટી અને શિવમને ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે. વૃષ્ટી અને શિવમ મળી ગયા બાદ હવે ક્રાઇમબ્રાંચની ટીમ વૃષ્ટી અને શિવમને લઇને અમદાવાદ આવવા માટે રવાના થઇ ગઇ છે.

નોંધનીય છેકે આ કેસ એટલા માટે હાઇપ્રોફાઇલ બની ગયો હતો. કેમકે વૃષ્ટી કોઠારીના ગૂમ થયા બાદ અભિનેત્રી સોહા અલી ખાને ટ્વીટ કરીને વૃષ્ટીની શોધ કરવા માટે અપીલ કરી હતી. ત્યારથી જ અમદાવાદ પોલીસે આ કેસમાં ગંભીરતા દાખવીને જુદી જુદી ટીમો બનાવીને વૃષ્ટી અને તેની સાથે ગૂમ થયેલા શિવમ પટેલની શોધખોળ આદરી હતી. જેમાં પોલીસને હાથ વૃષ્ટી અને શિવમના સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા હતા.

જો કે પોલીસને વૃષ્ટી અને શિવમનું મોબાઇલ લોકેશન મહેસાણા તરફનું મળ્યુ હતું. ત્યારે હવે વૃષ્ટી અને શિવમ ઉત્તર ભારતમાંથી મળી આવ્યા છે. હવે બંનેને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વૃષ્ટી અને શિવમ અમદાવાદ આવી જાય ત્યારબાદ આ સમગ્ર બાબતની હકિકત સામે આવશે કે આખરે શા માટે વૃષ્ટી અને શિવમ ઘર છોડીને જતા રહ્યા હતા.

READ ALSO

Related posts

ખુશખબર : EPFOએ 868 કરોડ રૂપિયાનું પેન્શન કરાવ્યું જમા, આ ખાતામાં આવશે રૂપિયા

Dilip Patel

વાવાઝોડાની અસર: દમણમાં NDRFની ટીમો કરાઈ તૈનાત, 4 હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા

pratik shah

માત્ર આ રાજ્યના લોકો કરી શકશે ચારધામની યાત્રા, ઉત્તરાખંડ સરકારે લીધો આ નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!