જાનવરોને વગર કારણે છેડવું ભારે પડી શકે છે. જેનું ઉદાહરણ સામે આવ્યુ છે. તમને અહિ વૃદ્ધાની હરકત વિશે જણાવીશું તો તમને પણ ગુસ્સો આવી જશે. પરંતુ મગરને છેડતા ગુસ્સે ભરાયેલા મગરે જાણે વૃદ્ધાથી બદલો લીધો હોય તેવું લાગે છે. મગરને છેડીને વૃદ્ધ એવા તો ભરાઈ જાય છે કે તે પછી ક્યારેય કોઈ જાનવરને હેરાન નહીં કરે.

ઘટના ક્યાંની છે એ તો ખ્યાલ નથી. પરંતુ 36 સેંકડના વીડિયોમાં એક વૃદ્ધ મગરને પકડવા માટે તેના ચહેરા પર કાપડ નાખે છે. ત્યાર બાદ મગરને પકડવાનો પ્રયત્ન કરે છે. તેમને એવું લાગે છે કે તે તેને આરામથી પકડી લેશે.
Mess with the gator your going to get the teeth. pic.twitter.com/KkepRhIdic
— Jamie Gnuman197… (@JGnuman197) May 13, 2022
પરંતુ જેમ વૃદ્ધ હાથ લગાવે છે મગર ગુસ્સે ભરાઈને હુમલો કરે છે વૃદ્ધ નીચે પડી જાય છે મગરથી બચવા માટે વૃદ્ધ લાતો મારવા લાગે છે અને તેમનો જીવ માંડમાંડ બચે છે.