GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

તહેવારોનો મહિનો: આ મહિનામાં આવી રહી છે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી, નોંધી લો આ તારીખો

ઓગષ્ટ મહિનાની શરૂઆત થઈ ચુકી છે. 3 ઓગષ્ટના રોજ રક્ષાબંધન છે.ઓગષ્ટના આ મહિનાનામાં કેટલાક મહત્વના તહેવારો આવી રહ્યાં છે. જેમાં જન્માષ્ટમી અને ગણેશચતુર્થી મુખ્ય છે. ગણેશ ચતુર્થી બાદ હરતાલિકા તીજ પણ આવશે. આ સિવાય આ મહિનામાં કજરી ત્રીજ, સંકટ ચતુર્થી પણ મનાવવામાં આવશે, દો કે આ તમામ તહેવારો અને ઉત્સાહો ઉપર કોરોના સંક્રમણની માર પડ્યો છે. જેના કારણે ક્યાંય ભીડ જોવા મળશે નહી. લોકો પાસે અપીલ કરવામાં આવી રહી છે કે તે ઘરોમાં રહીને તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરે.

રક્ષાબંધન ( 3 ઓગષ્ટ, 2020)

ભાઈ બહેનના પ્રેમના પ્રતિક દિવસ રક્ષાબંધન 3 ઓગષ્ટ, સોમવારે આવશે. આ દિવસે બહેન પોતાના ભાઈના દિર્ઘાયુ માટે અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરીને રાખડી બાંધે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપે છે. આ દિવસે શ્રાવણી કર્મના માધ્યમથી બ્રાહ્મણ જનૌઈ બદલાવે છે.

જન્માષ્ટમી ( 12 ઓગષ્ટ, બુધવાર )

સમગ્ર વિશ્વમાં શ્રીકૃષ્ણનો જન્મદિવસ 12 ઓગષ્ટના રોજ મનાવવામાં આવશે. જગ્યાએ જગ્યાએ મટકી ફોડનું આયોજન કરવામાં આવતુ હોય છે. મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. ધર્મગ્રંથોમાં લખાયું છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની આઠમના રોજ રોહીણી નક્ષત્રમાં મધ્યરાત્રીના સમયે થયો હતો.

સ્વતંત્રતા દિવસ ( 15 ઓગષ્ટ, શનિવાર )

દેશની આઝાદીના આ પર્વને 15મી ઓગષ્ટના રોજ મનાવવામાં આવશે. કોરોના સંક્રમણની અસર આ ઉત્સવ ઉપર પડશે. સરકાર ગાઈડ જાહેર કરી ચુકી છે જે નિયમોનું પાલન કરીને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે.

હરતાલિકા ત્રીજ ( 21 ઓગષ્ટ, શુક્રવાર )

મહિલાઓ માટે મહત્વપૂર્ણ અને કઠોર વ્રત હરતાલિકા ત્રીજનો તહેવાર છે. ભાદરવા માસની તૃતિયાના રોજ મનાવવામાં આવે છે. આ વખતે 21 ઓગષ્ટના રોજ મબિલાઓ અને છોકરીઓ આખો દિવસ નિર્જલ રહીને સૌભાગ્યવતી રહેવાનું વરદાન માગે છે.

ગણેશ ચતુર્થી ( 22 ઓગષ્ટ, શનિવાર )

ગણપતિ બાપાનો જન્મદિવસ આ વર્ષે 22 ઓગષ્ટને શનિવારના રોજ મનાવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર પ્રથમપુજ્ય ગણેશજીનો જન્મ ભાદરવા માસની શુક્લપક્ષની ચતુર્થીના રોજ થયો હતો. ગણેશ મંદિરોને શણગારવામાં આવશે. જગ્યાએ જગ્યાએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!