આ મહીનાની શરૂઆતમાં મુંબઇ, કોલકાતા અને ગુજરાત સર્કલમાં WiFi કોલિંગ અને VoWiFi સર્વિસની શરૂઆત કરનારા vodafone-idea (Vi ) એ હવે દિલ્હી સર્કલમાં પણ આ સર્વિસ શરૂ કરી દેવાઇ છે. Vi એ સમગ્ર ભારતમાં 4G લોન્ચ કરાવવા માટે ગયા વર્ષે ફોર્મિંગ પ્રોસેસ શરૂ કરી દીધી છે અને 4G ઇક્વિપમેન્ટ સર્કલોમાં VoWiFi સેવાઓની સાથે કામ કરી રહ્યું છે. ટેલ્કોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ સર્વિસ લોન્ચ કરતી વેળાએ જણાવ્યું હતું કે, ‘Vo-WiFi પોતાના ગ્રાહકોને કોઇ પણ WiFi નેટવર્કનો ઉપયોગ કરીને કૉલ કરવાની પરવાનગી આપે છે અને Vo-WiFi પણ યુઝર્સને મોબાઇલ નેટવર્ક અથવા તો વીક મોબાઇલ નેટવર્ક વગર પણ કૉલ કરવાની પરવાનગી આપે છે.

ટેલિકોમ ટૉકના આધારે સૌ પહેલાં એવો રિપોર્ટ મળ્યો છે કે, ટેલ્કોનું ભારતમાં હજી વધારે સર્કલમાં WiFi સેવાને એક્સટેન્ડ કરવાની પૂરી સંભાવના છે. જો કે, હજી સુધી Vi તરફથી કોઇ પણ જાતની ઓફિશીયલ કમ્યુનિકેશન નોટિસ નથી આવી.
Vo-Wifi કેવાં ફોનને સપોર્ટ કરશે?
WiFi કોલિંગ સર્વિસેસને હજી વધારે ઉત્તમ બનાવવા માટે તમામ ગ્રાહકો પાસે એક 4G સીમ અને એક કમ્પેટિબલ હેન્ડસેટ હોવું જોઇએ, જે Vo-wifi કોલિંગનો સપોર્ટ કરી શકે. આ મહીનાની શરૂઆતમાં Vi ના કસ્ટમર કેરના પેજએ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર ટ્વિટ કરીને WiFi કોલિંગ માટે કમ્પેટિબલ ડિવાઇસ અથવા તો સ્માર્ટફોનની વિશે જાણકારી શેર કરી. જેમાંથી કેટલાંક મુખ્ય હેન્ડસેટના નામ જણાવવામાં આવ્યાં છે.
જેમાં Redmi K20 Pro, Redmi Y3, OnePlus 8 pro, Poco M2 Pro, Oneplus 8T, redmi Note 8 Pro, Redmi 9 Prime, Poco X3, Redmi 8A dual, oneplus note, redmi 9 power, redmi Note 7, redmi 9i, redmi 7A, Poco M2, Poco C3 શામેલ છે.
- આને એક્ટિવ કરવા માટે યુઝર્સે પોતાના હેન્ડસેટની સેટિંગમાં થોડોક ફેરફાર કરવાનો રહેશે. યુઝર્સને Vo-wifi ને ઇનેબલ કરવા માટે સીમ પ્રોફાઇલમાં VoLTE ને ઇનેબલ કરવું પડશે.

VoLTE ઇનેબલ થયા બાદ યુઝર્સ કોઇની પણ સાથે Wifi નો ઉપયોગ કરીને કૉલ કરી શકે છે. Vi પહેલેથી જ મુંબઇ, કોલકાતા, મહારાષ્ટ્ર-ગોવા અને ગુજરાતમાં Wifi કોલિંગ સર્વિસ શરૂ કરી ચૂક્યું છે પરતુ હવે તાજેતરમાં જ દિલ્હીમાં પણ આ સર્વિસની શરૂઆત થઇ ગઇ છે. Airtel એ સૌ પહેલાં ડિસેમ્બર 2019માં Vowifi લોન્ચ કરી હતી. ત્યાર બાદ Jio એ પણ જાન્યુઆરી 2020માં Vowifi નેટવર્ક રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું.
તાજેતરમાં જ એડવાન્સ ફીચરનો સપોર્ટ કરતા BSNL એ પોતાની Wings App ના આધારે ઇન્ટરનેટ કોલિંગની સુવિધા આપવાની વાત દર્શાવી છે. જો કે, BSNL Vowifi ના સામાન સારામાં સારી સુવિધા પ્રદાન નથી કરાવી શકતું, પરંતુ આશા એવી છે કે, તે પણ જલ્દી Vowifi ની જેમ જ સમાન સર્વિસ પ્રોવાઇડ કરી શકશે.
READ ALSO :
- આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો
- તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો
- વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…