GSTV
Home » News » માતાના આશિર્વાદ લઈ પ્રધાનમંત્રી કરશે રાણીપમાં મતદાન

માતાના આશિર્વાદ લઈ પ્રધાનમંત્રી કરશે રાણીપમાં મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મતદાન કરે તે પહેલા તેમના માતાના આશિર્વાદ લેવા પહોંચ્યા. ગઈકાલે રાતથી ગુજરાતમાં  આવી પહોંચેલા વડાપ્રધાન મોદીએ રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યુ હતુ. અને સવારે તેઓ રાયસણ ખાતેના વૃંદાવન બંગ્લોઝ  ખાતે પહોંચ્યા ત્યાં માતાના આશિર્વાદ મેળવ્યા હતા.

મહત્વનું છે કે 17મી લોકસભાનું ત્રીજા તબક્કા માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યમાં કુલ 4 કરોડ 51 લાખથી વધુ મતદારો મતદાન કરશે. ભાજપ અને કોગ્રેસના તેમજ નાના પક્ષોના મળીને કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાંથી 18 વર્ષથી 19 વયની મતદારોની સંખ્યા દસ લાખથી વધારે છે. આ જ રીતે દિવ્યાંગોની સંખ્યાં દોઢ લાખથી વધારે છે. રાજ્યામાં 2 લાખ 23 હજાર 775 કર્મચારીઓ-અધિકારીઓની પોલિંગ સ્ટાફ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 57 હજાર 111 પ્રિસાઇડિંગ ઓફિસર, 57,111 પ્રથમ ઓફિસર છે.

ખુબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે તમામ કામગીરી ચૂંટણીપંચે પૂર્ણ કરી લીધી છે. તમામ મતદાન મથક પર પોલીસ અને સલામતી દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.સલામતીના કારણોથી ચૂંટણી પંચ દ્વારા આંતર રાજ્ય અને આંતર રાષ્ટ્રિય સરહદો સીલ કરવામાં આવ્યાં છે.  સમગ્ર ચૂંટણી સ્ટાફને હાઇ એલર્ટ પર મુકી દેવાયો છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.

આ ચૂંટણીમાં રસપ્રદ અને મહત્વની વાત એ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ખુદ અમિત શાહ, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન જેવા નેતાઓ ગાંધીનગર લોકસભાની મતદાર યાદીમાં નામ ધરાવે છે. એટલે આ તમામ નેતાઓ અમિત શાહ માટે મતદાન કરવા ગુજરાતમાં છે.

Read Also

Related posts

RTI એક્ટ લાગૂ કરાવનાર આ બાહોશ અધિકારી બન્યા વડાપ્રધાન મોદીના પર્સનલ સચિવ

NIsha Patel

શ્રાવણના પહેલા શનિવારે શનિદેવ સાથે કરો હનુમાનજીની પૂજા, એટલા લાભ થશે કે….

Arohi

આ ચર્ચાસ્પદ એપની મદદથી શોધી કાઢ્યું 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલું બાળક

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!