GSTV
ELECTION BREAKING -2022 Gujarat Election 2022 Trending ગુજરાત

GUJARAT ELECTION / ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર આજે મતદાન, પીએમ મોદીએ ટ્વિટ કરી યુવાનોને કહી ખાસ વાત

છેલ્લી કેટલાક સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ઘડી આખરે આવી પહોંચી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોનું મતદાન આજે યોજાશે. વિવિધ પક્ષ-ઉમેદવારોએ છેલ્લા ચાર સપ્તાહમાં ઉમેદવારો-પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. હવે તેમના ભાવિનો ફેંસલો મતદારો દ્વારા કરવામાં આવશે.

ત્યારે આજે પ્રધાનમંત્રી દ્વારા ટ્વિટ કરીને વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, ‘આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરૂ છું.’

આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રીએ પણ ટ્વિટ કરીને લોકોને મોટી સંખ્યામાંં મતદાન કરવા માટે આહ્વાન કર્યું છે. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરૂં છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.’

પ્રધાનમંત્રીએ અત્યાર સુધીમાં યોજેલી મુખ્ય સભાઓ

-સુરેન્દ્રનગરની પાંચ બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપની સત્તા છે. જ્યારે બાકીની દસાડા અને ચોટીલા બેઠક કોંગ્રેસના હાથમાં છે. પીએમ મોદીએ 21મી નવેમ્બરે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારો માટે કાર્પેટ બોમ્બિંગ કર્યુ.. અને ભાજપના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવા મતદારોને અપીલ કરી.

-પીએમ મોદીએ બોટાદમાં 20મી નવેમ્બરે જનસભા સંબોધી. પીએમ મોદીએ બોટાદ, ગઢડા અને ધંધુકા બેઠકને કેન્દ્રમાં રાખી મતદારો પાસે ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. બોટાદ જિલ્લો આમતો ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ ત્રીજા પક્ષની સક્રિયતાના કારણે ભાજપ દ્વારા સૌરાષ્ટ્રની તમામ બેઠક પર સક્રિયતા વધારી હતી.

-કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલીમાં ખૂદ પીએમ મોદીએ 20મી નવેમ્બરે જનસભા સંબોધી ચૂંટણી પ્રચારની કમાન સંભાળી. પીએમ મોદીએ અમરેલીમાં જનસભા સંબોધી લાઠી, ધારી, અમરેલી અને સાવરકુંડલા બેઠકને નિશાન બનાવી. પીએમ મોદીએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને ખેડૂતોના મુદ્દા ઉઠાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો.

-પીએમ મોદીએ ધોરાજીમાં 21મી નવેમ્બરે જનસભા સંબોધી. જોકે આ જનસભામાં ભાજપની આબરૂંના ધજાગરા થયા હતા. પીએમ મોદીની જનસભામાં જોઈએ એટલી ભીડ ન જોવા મળી. પીએમ મોદીએ પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા બેઠક તો રાજકોટની ધોરાજી, જેતપુર અને ગોંડલ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કર્યો..

-પીએમ મોદીએ 20મી નવેમ્બરે કોંગ્રેસનો ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં જનસભા સંબોધી. 2017ની ચૂંટણીમાં તાલાળા, કોડિનાર, ઉના અને વેરાવળ બેઠક પર ભાજપના હાથમાં પાંચિયુ પણ આવ્યુ નહોતુ. ચારેય બેઠક પર કોંગ્રેસનો વિજય થયો. ત્યારે આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે પીએમ મોદીએ વેરાવળમાં જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

-ભાજપનો ગઢ ગણાતા સુરતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા અને પાટીદાર મતદારોમાં નારાજગીને ભાજપ પારખી ગયુ. જે કામ કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓથી ન થયું તે કામ કરવા માટે ખૂદ પીએમ મોદીને વિશાળ રોડ શો અને જનસભા કરવા માટે મેદાનમાં ઉતરવું પડ્યુ. પીએમ મોદીએ પાટીદારોના ગઢ ગણાતા મોટા વરાછામાં જનસભા સંબોધી અને સુરત જિલ્લાની તમામ બેઠકને અંકે કરવા ચૂંટણી પ્રચાર કર્યો છે.

-ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભા બેઠક પૈકી ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક મહત્વની છે. પીએમ મોદીએ 23 નવેમ્બેર ભાવનગરમાં જનસભા સંબોધી. 2017ની ચૂંટણીમાં ભાવનગરની ત્રણેય બેઠક ભાજપના ફાળે આવી હતી. જોકે, આમ આદમી પાર્ટીની સક્રિયતા ને જોઈને ભાજપ પણ એલર્ટ થયુ છે.

-પીએમ મોદીએ નેત્રંગમાં 27મી નવેમ્બરે જનસભા સંબોધી. આ જનસભાથી તેમણે ભરૂચ, માંડવી, ડેડિયાપાડા, ઝઘડિયા અને નાંદોદ બેઠકને આવલી લીધી.. 2017ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ભાજપ, ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક પર બીટીપીની જીત થઈ હતી.

-પીએમ મોદીએ ભાવનગરના પાલિતાણામાં 28મી નવેમ્બરે જનસભા સંબોધી કુલ ત્રણ બેઠકને સાંકળીને ચૂંટણી પ્રચાર કર્યો. જેમા તળાજા, ગારિયાધાર અને પાલિતાણાનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં તળાજા બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. તો ગારિયાધાર અને પાલિતાણા બેઠક ભાજપના ફાલે આવી હતી.

-પીએમ મોદીએ જામનગરમાં 28મી નવેમ્બરે જનસભા સંબોધી જામનગરની આસપાસ આવેલી કુલ સાત બેઠકને આવરી લીધી. જામનગરની પાંચ અને દ્વારકાની બે બેઠક માટે પીએમ મોદીએ ઝંઝાવતી પ્રચાર કર્યો. 2017ની ચૂંટણીમાં જામનગરની પાંચ બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. ત્યારે દ્વારકાની એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

-પીએમ મોદીએ નવસારીમાં 21 નવેમ્બરે જનસભા સંબોધી. પીએમ મોદીએ જનસભા સંબોધીને ગણદેવી, જલાલપોર અને વાંસદા બેઠકને આવરી લીધી. 2017ની ચૂંટણીમાં નવસારી જિલ્લાની ચાર બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ હતી. તો વળી વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલ જીત્યા હતા. 2022ની ચૂંટણીમાં ભાજપે આદિવાસી મતદારો પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેનું કારણ તાપી-નર્મદા પાર લીંક પણ છે. અને આદિવાસી મતદારોની નારાજગી પણ ખાળવા ભાજપ દ્વારા પ્રયાસ કરાયો.

-ભરૂચના જંબુસરમાં પીએમ મોદીએ 21મી નવેમ્બરે જનસભા સંબોધી. તેમણે જનસભા સંબોધીને જંબુસર, વાગરા, અંકલેશ્વર અને ઝઘડિયા બેઠકને આવરી લીધી. ભરૂચ જિલ્લાની પાંચ બેઠક પૈકી ભરુચ, અંકલેશ્વર અને વાગરામાં ભાજપનો કબજો છે. જ્યારે જંબુસરમાં કોંગ્રેસ અને ઝઘડિયા બીટીપીના ફાળે ગઈ છે.

-પીએમ મોદીએ ભાવનગરના પાલિતાણામાં 28મી નવેમ્બરે જનસભા સંબોધી કુલ ત્રણ બેઠકને સાંકળીને ચૂંટણી પ્રચાર કર્યો. જેમા તળાજા, ગારિયાધાર અને પાલિતાણાનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં તળાજા બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. તો ગારિયાધાર અને પાલિતાણા બેઠક ભાજપના ફાલે આવી હતી.

READ ALSO

Related posts

હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો

Padma Patel

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel

Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ

Padma Patel
GSTV