GSTV

આજે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ

Last Updated on November 20, 2018 by

આજે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કામાં કુલ 72 બેઠક પર યોજાઈ રહેલા મતદાનમાં 11 હજાર જેટલા ઉમેદવારના ભાવિનો ફેંસલો થવાનો છે. જેમા રમણસિંહની સરકારના અનેક મંત્રી, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બુધેલ અને પૂર્વ સીએમ અજીત જોગી અને તેમના પત્ની રેણુ જોગી ચૂંટણી મેદાનમાં છે.

બીજા તબક્કાના મતદાન માટે 19 હજાર 296 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેના પર રાજ્યના 1.53 કરોડ મતદારો મતાધિકાર કરશે. છત્તિસગઢમાં 77 લાખ 46 હજાર 27 પુરૂષ અને 76 લાખ 38 હજાર 415 મહિલા મતદાર મતદાન કરશે. રાજ્યના સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. જ્યારે મતદાન દરમ્યાન અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા હેઠળ રાજ્યની 72 વિધાનસભા બેઠકો પર સવારે આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા પ્રારંભ થઈ ચુકી છે. છત્તીસગઢના મતદાતાઓ રાજ્યની વિધાનસભાના સ્પીકર ગૌરીશંકર અગ્રવાલ, રાજ્યના નવ પ્રધાનો અને વિધાનસભામાં વિપક્ષના નેતા ટી. એસ. સિંહદેવ સહીત 1079 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. બીજા તબક્કામાં એક કરોડ તેપ્પન લાખ પંચ્યાસી હજાર નવસો ત્યાસી મતદાતાઓ 1079 ઉમેદવારોમાંથી પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે.

છત્તીસગઢ વિધાનસભાની 72 બેઠકો પર 119 મહિલા ઉમેદવારો પણ ચૂંટણી લડી રહી છે. છત્તીસગઢની રાયપુર નગર દક્ષિણ વિધાનસભા બેઠક પર સૌથી વધારે 46 ઉમેદવાર અને બિન્દ્રાનવાગઢમાં સૌથી ઓછા છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પહેલા તબક્કામાં અઢાર બેઠકો પર વોટિંગ થઈ ચુક્યું છે. પહેલા તબક્કાની અઢારે અઢાર બેઠકો નક્સલગ્રસ્ત વિસ્તારમાં હતી.
બીજા તબક્કાની 72 બેઠકોમાંથી 17 બેઠકો અનુસૂચિત જનજાતિ અને નવ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 72 બેઠકોમાંથી 43 બેઠકો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસને 27 બેઠકો પર અને બીએસપીને માત્ર એક બેઠક પર જીત મળી હતી. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારને જીત મળી હતી.

છત્તીસગઢનમાં શાંતિપૂર્ણ મતદાન માટે અર્ધલશ્કરી દળો અને પોલીસના અંદાજે એક લાખ જેટલા જવાનોની તેનાતી કરવામાં આવી છે. છત્તીસગઢના ગરિયાબંધ, ધમતરી, મહાસમુંદ, કબીરધામ, જશપુર અને બલરામપુર જિલ્લાના કેટલાક હિસ્સાઓ નક્સલગ્રસ્ત છે. આ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓની તેનાતી કરવામાં આવી છે. બીજા તબક્કામાં છત્તીસગઢની 72 વિધાનસભા બેઠકો પર સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે.

Related posts

Good News/ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની માતા, વેલકમ કર્યું પોતાના પહેલા બાળકને; સોશિયલ મીડિયા પર શેર કરી ખબર

Damini Patel

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ગંભીર આડઅસર / ઓમીક્રોન શરીરના આ ભાગને બનાવે છે નબળો, જાણો શું કહે છે તજજ્ઞો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!