GSTV
Home » News » મિઝોરમમાં 40 વિધાનસભા બેઠક પર મતદાન સંપન્નઃ 5 વાગ્યા સુધી 75 ટકા

મિઝોરમમાં 40 વિધાનસભા બેઠક પર મતદાન સંપન્નઃ 5 વાગ્યા સુધી 75 ટકા

ઈશાન ભારતના રાજ્ય મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપ્ન્ન થઇ. અહીં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ 75 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. જેમાં સેરચિપમાં 74 ટકા, ચંપઇમાં 72 ટકા, લુંગઇ કોલાસિબમાં 70 ટકા, આઇઝોલમાં 62 ટકા અને લાન્ગટલેમાં 66 ટકા જેટલું મતદાન થયું. અહીં મોડે સુધી લોકો મતદાન બૂથની બહાર જોવા મળ્યા.

મિઝોરમના મતદારોએ 209 ઉમદવારોનું ભાવિ EVMમાં બંધ કરી દીધુ છે. મિઝોરમમાં મતદાન માટે કુલ 1164 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. જે પૈકી અંદાજે 40 મહિલા મતદાન કેન્દ્રો એવા હતા કે જ્યાં પોલીસ અને સુરક્ષાકર્મીઓ સહિત સમગ્ર સ્ટાફ મહિલાઓનો હતો.

કોંગ્રેસ અને મિઝોરમ નેશનલ ફ્રન્ટે તમામ 40 બેઠકો પર અને ભાજપે 39 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. મિઝોરમ નેશનલ ફ્રન્ટ અને ભાજપ નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના ઘટકદળ છે. પરંતુ મિઝોરમમાં બંને સાથીપક્ષો એકબીજાની સામે દમખમ દેખાડી રહ્યા છે. મિઝોરમમમાં લાલ થનહવલાના નેતૃત્વમાં છેલ્લા દશ વર્ષોથી કોંગ્રેસની સરકાર રહી. શાન ભારતમાં મિઝોરમ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ભાજપની સત્તા નથી.

Related posts

3 બાળકોને ઘરમાં પૂરી નવા બૉયફ્રેન્ડ સાથે સૂવા મહિલા ગઈ હોટેલમાં, પછી મળી એવી સજા કે…..

NIsha Patel

મારા જલેબી ન ખાવાથી પ્રદૂષણ ખત્મ થાય છે તે હું જિંદગીભર જલેબી છોડી શકું છું, ગંભીર બગડ્યો

Mansi Patel

સિયાચીનમાં બરફના તોફાનનો કહેર, હિમપ્રાતનાં કારણે 4 જવાનો સહિત 6નાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!