GSTV

પાકિસ્તાનમાં 25 જુલાઇએ વોટિંગ, બલૂચી એક્ટિવિસ્ટોની ચૂંટણી બહિષ્કારની હાકલ

Last Updated on July 24, 2018 by Arohi

પાકિસ્તાનમાં 25મી જુલાઈએ ચૂંટણીઓ યોજાઈ રહી છે. પરંતુ પાકિસ્તાનથી નારાજ બલુચિસ્તાનના લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવાની બલૂચ એક્ટિવિસ્ટો દ્વારા હાકલ કરવામાં આવી છે. બલૂચ એક્ટિવિસ્ટોનું કહેવું છે કે પાકિસ્તાન બલૂચિસ્તાનના લોકોના હત્યાકાંડ માટે જવાબદાર છે.

બલૂચ એક્ટિવિસ્ટો દ્વારા બલૂચિસ્તાનના લોકોને 25મી જુલાઈએ પાકિસ્તાનની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. વિશ્વ બલૂચ મહિલા ફોરમના અધ્યક્ષ નાએલા કાદરી બલૂચે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા બલૂચિસ્તાનની સ્વતંત્રતા અને સાર્વભૌમ દેશ પર કબજો કરી લેવામાં આવ્યો છે. પાકિસ્તાન તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે પાકિસ્તાની સેના દ્વારા થતા અત્યાચારનો મામલો ઉઠાવીને બલૂચ લોકો પાકિસ્તાનના ભાગ તરીકે રહેવા નહીં ઈચ્છતા હોવાનું પણ જણાવ્યું છે.

બલૂચ વોયસ એસોસિએશનના અધ્યક્ષ મુનીર મેંગલે કહ્યું છે કે પાકિસ્તાનની સેના દ્વારા ચૂંટણીઓને આઈએસઆઈ અને મિલિટ્રી ઈન્ટેલિજન્સ જેવા સંગઠનોના માધ્યમથી દખલગીરી કરવામાં આવે છે. બલૂચિસ્તાનના લોકો ચૂંટણી પ્રક્રિયાથી પહેલેથી જ નિરાશ છે.

પાકિસ્તાનમાં 25 જુલાઈએ વોટિંગ થવાનું છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે સોમવારે મધરાત્રિથી જાહેરસભાઓ નુક્કડ સભાઓ અને રેલીઓ પર રોક લગાવી દીધી છે. નેશનલ એસેમ્બલી માટે 3675 અને પ્રાંતીય વિધાનસભાઓ માટે 8895 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Related posts

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel

નેનો યુરિયાને લઈને મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, હવે આ રીતે ગેમ ચેન્જર સાબિત થઇ આ ટેક્નિક

Pritesh Mehta

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!