GSTV

આજે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, ગોઠવાઈ સઘન સુરક્ષા વ્યવસ્થા

Last Updated on November 28, 2018 by

વર્ષ 2018ની સૌથી વધુ મહત્પૂર્ણ ચૂંટણીઓ પૈકીની એક એવી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ પહોંચી ચૂક્યા છે. મધ્યપ્રદેશમાં કુલ 5 કરોડ 3 લાખ 94 હજાર 86 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો પર 2899 ઉમેદવારો મેદાનમાં છે. જેમનું ભાવિ આજે ઇવીએમમાં કેદ થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કુલ 65 હજાર 367 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર 3 લાખ 782 કર્મચારીઓ ફરજ બજાવશે. જો કે ખાસ વાત એ છે કુલ મતદાન મથકો પૈકી 3 હજાર 46 મતદાન મથકો એવા છે જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે.

આ ઉપરાંત 160 મતદાન મથકોનું દિવ્યાંગ કર્મચારીઓ સંચાલન કરશે. મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ રીતે હાથ ધરાય તે માટે મતદાન કેન્દ્રો પર બહોળી સંખ્યામાં માઇક્રો ઓબ્ઝર્વરની નિયુક્તિ કરાઇ છે. ચૂંટણી પંચ મુજબ મતદાન કેન્દ્રો પર 12 હજાર 363 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરાયા છે.

મધ્યપ્રદેશની તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 650 કંપનીઓ તૈનાત કરાઇ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની બહારથી આવેલા 33 હજાર હોમગાર્ડ પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. બાલાઘાટ જિલ્લામાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 76 કંપનીઓ, ભિંડમાં 24 કંપનીઓ, છિંદવાડા અને મુરૈનામાં 19-19 કંપનીઓ અને સાગર તથા ભોપાલમાં 18-18 કંપનીઓ તૈનાત કરાઇ છે.

આ સિવાય મધ્યપ્રદેશની 85 ટકા પોલીસ ફોર્સ અને હોમગાર્ડના 90 ટકા જવાનો પણ ચૂંટણીમાં ફરજ બજાવી રહ્યા છે. આ સિવાય ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે બાલાઘાટ, મંડલા અને ભોપાલમાં એક-એક હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરાઇ છે. ચૂંટણીમાં યોગ્ય રીતે કોમ્યુનિકેશન માટે 20 સેટેલાઈટ ફોન અને 28 હજાર વાયરલેસ સેટનો ઉપયોગ કરવામાં આવશે.

આ ઉપરાંત સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટીંગ અને સીસીટીવીની વ્યવસ્થા પણ કરાઇ છે. વેબકાસ્ટીંગ વડે 6655 મતદાન કેન્દ્રો પર લાઇવ પ્રસારણ અને 6400 મતદાન કેન્દ્રો પર સીસીટીવી વડે નજર રાખવામાં આવશે.

Related posts

ચેતવણી/ અહીં બે-ત્રણ દિવસમાં રોજ દસથી પંદર હજાર કેસો નોંધવાની શક્યતા, જાપાનમાં નવા નિયંત્રણો જાહેર

Damini Patel

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari

મોટો ઘટસ્ફોટ / વેક્સિન લઇ લીધી એટલે નિશ્ચિંત ના થઇ જતાં, અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી રસીકરણ છતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!