GSTV
Home » News » રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી : વસુંધરાનું નક્કી કરશે ભવિષ્ય, 6.11 ટકા મતદાન

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી : વસુંધરાનું નક્કી કરશે ભવિષ્ય, 6.11 ટકા મતદાન

રાજસ્થાનમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. રાજસ્થાનની કુલ 199 બેઠકો પર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠકો છે. પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠકના બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે ચૂંટણી પંચે મતદાન સ્થગિત કરી દીધું છે.

મતદાનને લઇને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે તમામ મતદાન મથકો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી દરમ્યાન અંદાજે 1.45 લાખ જવાનો ફરજ બજાવશે. રાજસ્થાનમાં કુલ 199 વિધાનસભા બેઠકો પર કુલ 2274 ઉમેદવારો મેદાનમાં છે.

મતદાન માટે રાજ્યભરમાં કુલ 51 હજાર 687 મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના અંદાજે 4.74 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારો પૈકી પુરૂષ મતદારોની સંખ્યા 2.47 કરોડ છે. જ્યારે મહિલા મતદારો 2.27 કરોડ છે.

કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે બિકારનેરમાં મતદાન કર્યુ છે. મતદાન કરવા તેઓ વહેલી સવારે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા. આ પહેલા તેમણે મંદિરમાં પૂજા કરી હતી. રાજસ્થાનમાં આજે કુલ 200 પૈકી 199 બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. રાજસ્થાનમાં કુલ 4.74 કરોડ મતદાતાઓ બે હજાર 274 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ ઝાલરાપાટનમાં મતદાન કર્યુ છે. તેઓ મતદાન કરવા માટે પિંક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. વસુંધરા રાજે સામે કોંગ્રેસે માનવેન્દ્રસિંહને મેદાનમાં ઉતાર્યા છે. રાજસ્થાનમાં કુલ 199 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. વસુંધરા રાજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, રાજસ્થાનની જનતા ભાજપ સાથે છે. ભાજપે રાજ્યમાં વિકાસન કામો કર્યા છે. આ વિકાસનું મતદાન છે.

રાજસ્થાનના ગૃહ પ્રધાન ગુલાબચંદ કટિયારે મંદિરમાં પૂજા કર્યા બાદ ઉદેપુરમાં મતદાન કર્યુ હતુ. મતદાન માટે તેઓ વહેલી સવારે લાઈનમાં લાગી ગયા હતા. રાજસ્થાનમાં 200 પૈકી 199 બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. જે સાંજ સુધી ચાલવાનું છે.

રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાસચિન પાઇલોટે મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસેજનતા વચ્ચે જઈને મુદા ઉઠાવ્યા છે. પીએમ મોદી અને અમિત શાહે હારના ડરના કારણે રાજસ્થાનમાંપુરી તાકાત લગાવી. કોંગ્રેસ રાજસ્થાનમાં બહુમતિથી જીતશે. સચિન પાઇલોટે વધુમાંજણાવ્યુ કે, ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ અંગેવિચાર કરશે.

કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે જયપુરમાંમતદાન કર્યુ છે. મતદાન માટે તેઓ વહેલી સવારે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા. રાજસ્થાનમાંકડક સુરક્ષા વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યુ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે જોધપુરમાં મતદાન કર્યુ છે. મતદાન બાદ અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનમાં કોગ્રેસ શાનદાર જીત મેળવીને સરકાર બનાવશે.

રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા અને સીએમ પદના સંભવિત ઉમેદવાર સી.પી.જોષીએ મતદાન કર્યુ છે. તેઓ પોતાન મતાધિકારનો ઉપયોગ કરવા માટે રાજસમંદ પહોંચ્યા હતા. જ્યા તેમણે મતદાન કર્યુ હતું.

Related posts

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!