GSTV

હવે એક ક્લિકે ગૃહ પ્રધાન અમિત શાહ સુધી પહોંચશે મતદારોની ફરિયાદ, વ્યસ્તતાના કારણે લીધો આ નિર્ણય

Last Updated on January 17, 2020 by Mayur

ગાંધીનગર લોકસભા વિસ્તારના લોકો હવે તેમની સમસ્યાની ફરિયાદ સીધી અમિત શાહને કરી શકશે. ગૃહપ્રધાન તરીકેની જવાબદારીને કારણે અમિત શાહ તેમના મત વિસ્તારની પુરતી મુલાકાત નથી લઇ શકતા. આવામાં હવે તેમણે એપ થકી પોતાના વિસ્તારના મતદારોના સંપર્કની કવાયત હાથ ધરી છે.

  • ગાંધીનગર લોકસભાના મતદારોના પ્રશ્નોને મળશે વાચા
  • મોબાઈલ એપથી સીધો થશે અમિત શાહનો સંપર્ક
  • વ્યસ્તતાને કારણે શાહે મતદારો સાથે સંપર્ક માટે લીધો ટેકનોલોજીનો સહારો

ટેકનોસેવી રાજકીય પક્ષ એવા ભાજપના નંબર ટુ નેતા અમિત શાહ પણ પોતાની અલગથી મોબાઇલ એપ લોંચ કરવા જઇ રહ્યા છે. ખાસ કરીને પોતાના મતવિસ્તારના લોકો સીધો તેમને સમસ્યા જણાવી શકે તે માટે આ એપની કવાયત હાથ ધરાઇ છે. ગાંધીનગર મતક્ષેત્રના લોકોએ અમિત શાહને સૌથી વધારે લીડથી જીતાડયા છે. સ્વાભાવિક છે કે એ મતદારોને પડતી હાલાકી દૂર કરવી અને પ્રશ્નો સાંભળવા એ તેમની ફરજ છે. પરંતુ ગૃહ પ્રધાન હોવાના કારણે તે મત વિસ્તારમાં પૂરતો સમયના ફાળવી શકવામાં થોડા ઉણા ઉતરી રહ્યા છે. જો કે હવે અમિત શાહે ડિજિટલ સેતુ થકી મતદારોના સીધા સંપર્કનો પ્રયત્ન આદર્યો છે.

આ માટે અમિત શાહ એક મોબાઈલ એપ્લિકેશન બનાવડાવી રહ્યા છે. શાહને મોબાઇલ એપનો આઇડીયા તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન મળ્યો છે. તેમણે ગાંધીનગર મતવિસ્તારના કાર્યાલયની મુલાકાત લીધી ત્યારે આઇટી ઇન્ચાર્જ પંકજ શુક્લ અને નવસારીના સાંસદ સી આર પાટીલ પણ હાજર હતા. મોબાઇલ એપના આ આઇડીયા પાછળ નવસારીના સાંસદ આર સી પાટીલ છે.

આધારભૂત સૂત્રો કહી રહ્યા છે કે નવસારીના સાંસદ સી આર પાટીલે પોતાના મતદારોના પ્રશ્નો માટે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેના ઉપયોગથી મતદારો પોતાના પ્રશ્નો સાંસદ સુધી પહોંચાડી શકે છે. અમિત શાહે આ એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી મેળવી છે. તેઓ હવે સી આર પાટીલએ બનાવી છે તેવી એપ્લિકેશન બનાવી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે દસ દિવસમાં આ એપ્લિકેશન તૈયાર થયા બાદ ગાંધીનગર વિસ્તારના મતદારો તેનો ઉપયોગ કરી શકશે.

READ ALSO

Related posts

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel

નેનો યુરિયાને લઈને મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, હવે આ રીતે ગેમ ચેન્જર સાબિત થઇ આ ટેક્નિક

Pritesh Mehta

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!