GSTV
Home » News » દેશમાં વૉટર IDનો ડેટા પણ અસુરક્ષિત, ફક્ત 50 પૈસામાં વેચાઇ રહી છે વિગતો

દેશમાં વૉટર IDનો ડેટા પણ અસુરક્ષિત, ફક્ત 50 પૈસામાં વેચાઇ રહી છે વિગતો

દેશમાં નાગરિકોના અંગત ડેટાની સુરક્ષા જોખમમાં મુકાઇ છે. આધાર કાર્ડનો ડેટા લીક થવાના અહેવાલો મળ્યાં બાદ હવે જાણવા મળ્યું છે કે વૉટર ઓઇડી કાર્ડની વિગતો પણ વેચવામાં આવી રહી છે અને તે પણ પ્રતિ કાર્ડ ફક્ત 50 પૈસાથી લઇને 2.50 રૂપિયામાં.

દેશમાં ડેટા સુરક્ષાને લઇને સૌથી ચિંતાજનક બાબત એ છે કે હેકર્સ ફક્ત કોમ્પ્યુટર પર કેલાંક કમાન્ડ દ્વારા લોકોના વૉટર આઇડીની અંગત માહિતી જેવી કે મોબાઇલ નંબર, ઇ-મેઇ, વગેગે સરળતાથી મેળવી લે છે. એક અહેવાલ અનુસાર હેકર્સ આ આંકડાઓ વેચી રહ્યાં છે અને તેઓ આ ડેટા જથ્થાબંધમાં વેચી રહ્યાં છે.

હાલ વૉટર આઇડી, આધાર કાર્ડ જેવા આઇડીના ડેટાબેઝની માંગ વધી છે. આ ડોક્યુમેન્ટને બેન્ક અને અન્ય ડોક્યુમેન્ટ સાથે લિંક કરવાના હોવાથી તેનો ડેટા લીક થવો ખૂબ જ જોખમકારક છે. એથિકલ હેકર્સના સંગઠન સાયબર આર્મીના ચેરમેન કિસલય ચૌધરીએ જણાવ્યું કે’હેકર્સ આ ડેટા સુધી પહોંચીને તેને સાઇબર ક્રિમિનલ અથવા અન્ય કોઇ વ્યક્તિને વેચી શકે છે. ‘

અન્ય એક સાયબર એક્સપર્ટે જણાવ્યું કે સામાન્યરીતે કોઇપણ મતદાતાના નામ, તેના પિતાનું નામ, ઉંમર અને ક્ષેત્રની માહિતી ચૂંટણી આયોગની વેબસાઇટ પર મળી જાય છે પરંતું હેકર એવી અંગત માહિતી પણ મેળવી લે છે, જે જાહેર નથી. એક્સપર્ટનું કહેવું છે કે સરકાર અંગત ડેટાબેઝને સુરક્ષિત રાખવા માટે જે એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે તે સુરક્ષિત નથી અને તેને સરળતાથઈ હેક કરી શકાય છે. સરળતાથી મળી જતાં આ આંકડાઓના કારણે સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતપિંડીને પ્રોત્સાહન મળે છે.

જો કોઇ વ્યક્તિના વૉટર આઇડીની વિગતો હેકર પાસે પહોંચી ગઇ તે પછી તે તેના સાથે સંબંધિત દસ્તાવેજો સરળતાથી સાયબર ક્રિમિનલ સુધી પહોંચાડી શકે છ. આજકાલ આવા ડેટાનું અંડરગ્રાઉન્ડ માર્કેટ પણ સક્રિય છે.

Related posts

ભાજપમાં હવે આંતરિક જૂથવાદ ચરમસીમાએ, પ્રદેશ સંગઠનની નિમણૂકનું કોકડું ગૂંચવાયું

Mayur

ICCટી-20 રેન્કિંગ: ટીમ ઈન્ડિયાનાં આ ઓપનિંગ બેટ્સમેન બીજા નંબર પર યથાવત

pratik shah

પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્રએ દિલ્હી હિંસા મુદ્દે હિન્દુઓ પર મુસ્લિમોના નરસંહારનો આરોપ લગાવ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!