GSTV

શું ચૂંટણી કાર્ડમાં તમારુ નામ ખોટું છે ? તો મોબાઈલ થકી ચપટીઓમાં કરો ઠીક, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આપણા દેશમાં ચૂંટણી કાર્ડ એક મુખ્ય દસ્તાવેજોમાંથી એક માનવામાં આવે છે. ચૂંટણીમાં વોટિંગ માટે આ કાર્ડને દેખાડવાનો હોય છે. ઘણી વખત જોવામાં આવ્યુ છે કે, લોકો ચૂંટણી કાર્ડ માટે અપ્લાઈ કરે છે અને તેઓ જ્યારે આ કાર્ડ રિસીવ કરે છે, તો તેમાં કેટલીક ભૂલ હોય છે. અમુક કાર્ડમાં નામની સ્પેલિંગ ખોટી છાપેલી હોય છે તો કોઈના નામમાં સરનેમhttps://www.gstv.in ગાયબ કરી દેવામાં આવે છે. તે સિવાય અડ્રેસ પણ ખોટુ છાપી દેવામાં આવે છે.

એપમાં ખુદને રજિસ્ટર્ડ કરવું પડશે

આવી જ કોઈ સમસ્યાનુ સમાધાન તમે ઘરે બેઠા-બેઠા મેળવી શકો છો. તમે આ પ્રકારનું ‘Voter Helpline’ મોબાઈલ એપ થકી કરી શકો છો. આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ પર મળી જશે. એપને ઈંસ્ટોલ કર્યા બાદ તમારે મોબાઈલ નંબરની સાથે વેરિફાઈ કરવી પડશે. ત્યારબાદ તમારે આ એપમાં ખુદને રજિસ્ટર્ડ કરવું પડશે. તે માટે તમારે પોતાનુ ઈ-મેલ આઈડી EPIC નંબર અને પાસવર્ડ દાખલ કરવો પડશે.

ઈંટરફેસ ઓપન થઈ જશે

જેમ જ તમે રજિસ્ટ્રેશન કરી લેશો તો તમારી સામે એક નવો ઈંટરફેસ ખુલીને આવશે. તમારે ‘Forms’ પર ક્લિક કરવાનુ રહેશે અને ફરી ‘Correction Of entire Form 8’ પર ક્લિક કરી ‘Continue’ પર ક્લિક કરવુ પડશે. ત્યારબાદ તમારી સામે વધુ એક નવો ઈંટરફેસ ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારુ રાજ્ય, જિલ્લો અને વિધાનસભા દાખલ કરવું પડશે. ત્યારબાદ તમારી પાસે વોટર આઈડી કાર્ડની જાણકારી માગવામાં આવશે. જેને તમારે દાખલ કરવી પડશે. હવે ‘Form 8’ને ભરવુ પડશે. આ ફોર્મ તમારે ત્રણ સ્ટેપમાં ભરવાનું રહેશે. તે સાથે જ તમારે ભારતીય પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસેન્સ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડ વગેરે માન્ય દસ્તાવેજને અટેચ કરી સબમિટ પર ક્લિક કરવાનુ રહેશે. આ પ્રકારે તમારુ અપડેટેડ વોટર આઈડી બનીને તમારા અડ્રેસ પર પહોંચાડી આપવામાં આવશે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!