GSTV
Home » News » ભારતમાં મતદારોના ડેટાની કોણે કરી ચોરી ? કેટલાક રાજકીય સ્થળો ૫ણ બેનકાબ

ભારતમાં મતદારોના ડેટાની કોણે કરી ચોરી ? કેટલાક રાજકીય સ્થળો ૫ણ બેનકાબ

ભારતમાં પણ વોટર્સના ડેટા ચોરી થઈ રહ્યા છે અને આના માટે દેશી કેમ્બ્રિજ એનાલિટિકા સક્રિય છે. અમેરિકામાં 2016માં ટ્રમ્પના કેમ્પેન વખતે ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુક દ્વારા અમેરિકન નાગરીકોની અંગત માહિતી એકઠી કરી હતી. આવી જ તર્જ પર ભારતમાં પણ બેખોફ ઢબે વોટર્સના ડેટા ચોરીનો ગોરખધંધો થતો હોવાનો ખુલાસો એક મીડિયા જૂથની ઈન્વેસ્ટિગેશન ટીમે કર્યો છે.

ભારતના 125 કરોડ લોકોમાંથી પચાસ ટકા લોકોની પહોંચ ઈન્ટરનેટ સુધી છે. અહીં લોકોના ખાનગીપણાની જાળવણી માટેના નિયમ-કાયદા અમેરિકા જેવા વિકસિત દેશો જેવા કડક નથી. તેને કારણે ભારતમાં દેશી કેમ્બ્રિજ એનાલિટિકાની ખોટ પુરી કરતી કંપનીઓના ગોરખધંધા પણ ખાસા વિકસ્યા છે. અંડર કવર તપાસમાં મીડિયા જૂથ દ્વારા એવા રાજકીય સલાહકારોના ઠેકાણા બેનકાબ કરવામાં આવ્યા છે કે જેમણે તમામ સ્ત્રોતો દ્વારા નાગરિકોના ડેટા એકઠા કરી રાખ્યા છે. આનો ઉપયોગ રાજકીય પક્ષો દ્વારા વોટરોને લોભાવવા માટેના મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં થવાની સંભાવનાઓ છે.

Related posts

આજીવન કેદની સજા કાપી રહેલા ‘ઢોંસા કિંગ’ રાજગોપાલનું હાર્ટ એટેકના કારણે નિધન

Mayur

અયોધ્યા કેસ : સુપ્રીમે મધ્યસ્થ સમિતિની માગણી સ્વીકારી, 31મી જુલાઈ સુધી સમય આપ્યો

Mayur

યસ બેંકના સ્થાપક રાણા કપૂરે સાત હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા,નેટવર્થ 1.4 અબજ ડોલરથી ઘટીને 37.7 કરોડ ડોલર થઇ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!