ગુજરાત વિધાનસભી ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આજે સવારે 8 વાગે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા ટ્વિટ કરીને મતદારોને મત આપવા માટે કહેવામાં આવ્યું છે, તેમણે ટ્વિટ કરતા લખ્યું છે કે, ‘ગુજરાતના તમામ ભાઈ-બહેનોને અપીલ છે, વોટ કરો… રોજગાર માટે, સસ્તા ગેસ સિલેન્ડર માટે, ખેડૂતોના દેવા માફી માટે, ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે, ભારે સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રના આ પર્વને સફળ બનાવો.’
गुजरात के सभी भाई बहनों से अपील है, वोट करें…
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2022
रोज़गार के लिए
सस्ते गैस सिलेंडर के लिए
किसानों की कर्ज़ा माफी के लिए
गुजरात के प्रगतिशील भविष्य के लिए, भारी संख्या में मतदान करें और लोकतंत्र के इस पर्व को सफल बनाएं।#કોંગ્રેસ_આવે_છે
ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. સવારે 8.00 વાગે મતદાન શરૂ થઈ જશે, જે સાંજે 5.00 વાગે પૂર્ણ થશે.
પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓમાં મતદાન થશે. 788 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. તો બાકીની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે અને આ બંને તબક્કાઓમાં 182 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ