GSTV
Home » News » રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા પ્રથમ રાઉન્ડમાં પાછળ, ભાજપને ઝટકો

રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા પ્રથમ રાઉન્ડમાં પાછળ, ભાજપને ઝટકો

ગુજરાતમાં હાલમાં 6 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે. અહીં બેલેટપેપરની ગણતરીમાં 2 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સૌથી મોટી બાબત એ છે કે, રાધનપુર અને બાયડમાં પ્રથમ રાઉન્ડમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યાં છે. બાયડમાં બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સરકારી કર્મચારીઓ સરકારની કામગીરીથી નારાજ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવસિંહ ઝાલાએ કોંગ્રેસને છોડીને ભાજપનો પાલવ પકડ્યો છે. હાલમાં શરૂઆતના ટ્રેન્ડમાં આ બંને નેતાઓને ઝાટકો લાગે તેવી રિઝલ્ટ બહાર આવી રહ્યાં છે. અલ્પેશ ઠાકોર એ ઠાકોર સમાજનો કદાવર નેતા છે. અલ્પેશ માટે આ ચૂંટણીમાં ઘણું બધુ દાવ પર લાગ્યું છે. ગુજરાતમાં 6માંથી 4 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.

છ બેઠકો પર 42 ઉમેદવારો મેદાને

ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીને લઈને આજે પરિણામ આવવાનું છે. ગત 21 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 50.35 ટકા જેટલું મતદાન થયું હતું. પેટાચૂંટણીની છ બેઠકો પર કુલ 42 ઉમેદવારો મેદાને છે.અને 1781 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયુ હતુ. લોકોમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.જોકે તેમ છતાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે આજે પેટાચૂંટણીમાં કોને કેટલી બેઠક મળે છે.તેના પર સૌની નજર છે. અમરાઈ વાડી બેઠક પર સૌથી ઓછુ 31.2 ટકા મતદાન થયુ હતુ. રાધનપુર બેઠક પર 59.9 ટકા મતદાન થયુ હતુ. જ્યારે બાયડ બેઠક પર 59.9 ટકા મતદાન થયુ હતુ. આ ઉપરાંત થરાદ બેઠક પર 65.5 ટકા મતદાન થયુ હતુ.જ્યારે ખેરાલુ બેઠક પર 57.1 અને  લુણાવાડા બેઠક પર 47.5 ટકા મતદાન થયુ હતુ. આજે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે..જેમાં સૌ પ્રથમ બેલેટ પેપરથી મતદાન થશે.

અલ્પેશ ઠાકોરની રાજનીતિ શરૂઆતથી જ હિંચકા જેવી

ગુજરાત વિધાનસભાની આજે પેટાચૂંટણી છે. ખાલી પડેલી 6 બેઠકો પર નિરસ મતદાન રહ્યું હતું. જેથી વિજેતા કોન બનશે તે મથામણનો વિષય બન્યો હતો. પણ તમામ બેઠકોમાંથી રાધનપુર બેઠક પર સૌની નજર છે. આ બેઠક પરથી કોંગ્રેસમાંથી આયાત કરવામાં આવેલા ઉમેદવાર અલ્પેશ ઠાકોર છે. અલ્પેશ ઠાકોરની રાજનીતિ શરૂઆતથી જ હિંચકા જેવી રહી છે. કોઈ વાર તે ઉપર જાય છે કોઈ વાર તે નીચે આવે છે. કોંગ્રેસમાં જોડાયાના થોડા સમય બાદ જ બળવો કરી અલ્પેશે ભાજપમાં એન્ટ્રી મારી હતી. જે પછી મંત્રીપદની લાલસા હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.

મુખ્યમંંત્રીની બાજુમાં હશે મારી સીટ

અલ્પેશે ચૂંટણી પ્રચારમાં પણ કહ્યું હતું કે, મંત્રી બન્યા બાદ હું ઓર્ડર આપી કામ કરાવીશ અને મુખ્યમંત્રીની બાજુમાં મારી સીટ હશે. અલ્પેશને આશાવાદ છે કે રાધનપુરમાંથી તે અચૂક ચૂંટણી જીતી જશે અને ભાજપમાં તેને મંત્રીપદુ મળશે. પણ આ વચ્ચે વિચારવા જેવી વાત તો એ છે કે અલ્પેશ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દાસ સામે જો હારી જાય તો તેનું રાજનીતિક કરિયર જોખમમાં મુકાશે. અલ્પેશ માટે સ્થિતિ એવી સર્જાશે કે ન તે ઘરનો રહેશે ન તો તે ઘાટનો રહેશે.

અલ્પેશને મંત્રી બનવાના જાગ્યા અભરખા

કારણ કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે લાડ લડાવ્યા હતા. બિહારનો પ્રભારી બનાવ્યો હતો. કોઈ મોટું માથુ ન હોવાના કારણે રાજનીતિના પગથિયા તે ફટાફટ ચડી ગયો હતો. આમ છતાં પદની વધારે લાલસાને લઈ તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાયો. એટલું જ નહી, રાજ્યસભાની ચૂંટણીમાં તેણે પક્ષ વિરૂદ્ધ મતદાન કરી પોતે ભાજપ સાથે હોવાનું ચિત્ર પણ સ્પષ્ટ કરી દીધું હતું. જેથી એ વાત સાબિત થતી હતી કે અલ્પેશને હવે મંત્રી બનવાના અભરખા છે.

અભરખા સંતોષાય નહીં તો

પણ આ અભરખા સંતોષાય નહીં તો ? વાત સમજવા જેવી છે. આજની ચૂંટણીમાં જ અલ્પેશની હાર થશે તો ન તો કોંગ્રેસમાં પૂરતી સત્તા મળી અને ન તો ભાજપમાં તેને મંત્રી પદ મળ્યું. કહેવત મૂજબ જ અલ્પેશ ન ઘરનો રહેશે ન ઘાટનો રહેશે. ઉપરથી ભાજપ પણ આગામી સમયમાં તેની લોકપ્રિયતાને લઈ પ્રશ્નો કરી શકે છે, જેથી આગામી સમયમાં તેને ટિકિટ મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. ઉપરથી કોંગ્રેસમાં જવા માટેના તેના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખૂદ કોંગ્રેસે અલ્પેશ ચૂંટણી ન લડે આ માટે દોડધામ કરી હતી પણ ફાવ્યું ન હતું.

જીતી જાય તો ઠાકોરોનો બનશે સૌથી મોટો નેતા

પણ જો અલ્પેશ જીતી જશે તો સમીકરણો બદલાશે. અલ્પેશ ઠાકોરની જીતની સાથે જ ઠાકોર સમાજના પ્રમુખ નેતાઓ હાસ્યામાં ધકેલાઈ જશે અને અલ્પેશ સર્વેસર્વો બની જશે. તેની પાછળનું કારણ પણ અલ્પેશની લોકપ્રિયતા જ છે. અલ્પેશ ઠાકોર સમાજનો યુવા ચહેરો છે. છેલ્લા બે વર્ષથી તે ચર્ચામાં પણ છે. ટીવી પર વારંવાર દેખાતા અલ્પેશને જ ઠાકોર સમાજ પોતાનો નેતા માને છે, પરિણામે આજની ચૂંટણીમાં અલ્પેશનો જય એ અન્ય ઠાકોર નેતા માટે પરાજય સમાન સાબિત થશે.

Alpesh Thakor left congress

નિરસ રહ્યું મતદાન

અલ્પેશ ઠાકોરે પોતાની પરંપરાગત સીટ રાધનપુરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં સવારથી જ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ જોવા નહોતી મળતી. ઉપરથી નિરસ મતદાનને જોતા મતદારોનો ઉત્સાહ વધારવા માટે અલ્પેશે કાર્યકરોને દોડાવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશે કહ્યું હતું કે, સવારે લોકો ખેતરે ગયા હોય જેથી બપોર બાદ પૂર જોશમાં મતદાન થશે પણ એવું ય થયું ન હતું. જેથી આજના પરિણામમાં અલ્પેશ વિરૂદ્ધ રઘુ દાસમાંથી કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે ?

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું, યુવરાજસિંહ છેતરી ગયો, પોલીસ આપી રહી છે ધમકી

Nilesh Jethva

સ્કૂલો મર્જ કરવાના નિર્ણય સામે આ સેનાએ આંદોલન કરવાની ચીમકી આપી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!