GSTV

જામનગરના આ શહેરમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર, આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ

જામનગરમાં દિવસેને દિવસે કોરોનાનું જોખમ વધતું જાય છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના કારણે ઢેબા ગામ દ્વારા અગામી એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીયા સરપંચ, અને ગ્રામજનો વચ્ચે બેઠક બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે..અગામી રવિવાર સુધી અહીયા આવશ્યક ચીજ વસ્તુઓ અને મેડીકલ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે..સાથેજ ગ્રામજનોએ પણ લોકડાઉનમાં સહકાર આપવાની ખાતરી આપી છે. ઉલ્લેખનિય છે કે લાલપુર તાલુકા મથકે પણ આવોજ નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાના કહેરને પગલે ભાવનગરના આ શહેરમાં આવવા જવાના તમામ રસ્તા કરાયા બંધ

ભાવનગરમાં તળાજા શહેર તેમજ તાલુકામાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને લઈને પાલિકા દ્વારા તળાજામાં આવવા જવાના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર મહુવા ચોકડીથી તળાજા શહેરમાં પ્રવેશ કરી શકાશે. અને જે પણ લોકો બહારથી આવશે તેમણે મેડિકલ ચેકઅપ કરવુ પડશે, ત્યાર બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવશે.

22 થી 31 જુલાઈ સુધી ફરીવાર લોકડાઉન જાહેર

પાટણમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી સંક્રમણને રોકવા માટે પાલિકા અહીયા એક્શન મોડમાં આવી ગઈ છે. અને પાલીકા દ્વારા અહીયા 22 થી 31 જુલાઈ સુધી ફરી વાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. માત્ર સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અહીયા બજારોને ચાલુ રાખવામાં આવશે. અને પાલિકાના આ નિર્ણયને નગરજનોએ પણ સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે પાટણમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 40 લોકોના મોત થયા છે. અને હાલ અહીયા 440 જેટલા દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે. ત્યારે પાલિકાનો ફરી વાર લોકડાઉનનો નિર્ણય કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

સિનિયર ક્રિકેટર્સની પત્નીઓ દીપક ચાહર સામે કરે છે પતિઓની નિંદા, ધોનીના પેસરે કપિલ શર્મા શોમાં કર્યો આ મોટો ખુલાસો

Bansari

પતિ-પત્ની એક જ દિવસે બન્યા જજ, એક સાથે જ શપથ લઈ હાઈકોર્ટમાં ઈતિહાસ રચ્યો

Pravin Makwana

એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટ પહેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોફુક રાખવા કરી રજૂઆત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!