GSTV
India News Trending

જાપાનની સંસદમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, ‘યુક્રેન પર રાસાયણિક હથિયારોથી હુમલો થવાની શક્યતા’

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બુધવારે જાપાનની સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે, ‘મને એવા અહેવાલ મળ્યા છે કે રશિયા સરીન જેવા ઘાતક રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરીને યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થશે તો વિશ્વ કેવી પ્રતિક્રિયા આપશે, તેની પણ હવે સમગ્ર વિશ્વમાં ચર્ચા થવી જોઈએ.’સરીન એ અત્યંત ઝેરી સિન્થેટીક ઓર્ગેનોફોસ્ફરસ સંયોજન છે. તે રંગહીન અને ગંધહીન પ્રવાહી છે. તેની અપાર શક્તિના કારણે તેનો ઉપયોગ રાસાયણિક હથિયાર તરીકે થાય છે.

ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યું હતું કે, “જાપાની લોકો સરીનથી પરિચિત છે કારણ કે તેનો ઉપયોગ એક સંપ્રદાયના સભ્યો દ્વારા 1995 માં ટોક્યો સબવે સિસ્ટમ પરના હુમલામાં કરવામાં આવ્યો હતો જેમાં 13 લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.”યુક્રેનના રાષ્ટ્રપતિએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટની નજીકની ખતરનાક પરિસ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જ્યાં રશિયન ગોળીબારમાં આગ લાગી હતી. હવે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાઈટ રશિયન સૈનિકોના કબજામાં છે.

યુક્રેનમાં રશિયાનાં હુમલા બાદથી વોલોડીમિર ઝેલેન્સકી પોતાની તરફ વિશ્વની ધ્યાન ખેંચી રહ્યા છે જે માટે તેઓએ ઇટાલી, જર્મની, યુકે, કેનેડા અને યુએસ સહિતના અન્ય G-7 મોટા ઔદ્યોગિક દેશોમાં પણ વર્ચ્યુઅલ ભાષણો આપ્યા છે. રવિવારે ઝેલેન્સકીએ ઈઝરાયેલની સંસદને પણ સંબોધિત કરી હતી. તો  ઝેલેન્સકીએ આજે ​​ફ્રેન્ચ સંસદને પણ સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ફ્રાન્સની કંપનીઓને રશિયા છોડવાનું આહ્વાન કર્યું.

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari
GSTV