યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ શરુ થયું ત્યારથી યુક્રેનના રાષ્ટ્રપતિ Zelenskyને વિશ્વના અનેક દેશોનો સાથ સહકાર મળી રહ્યો છે. સાથે યુક્રેન સહીત વિશ્વના અનેક દેશમાં લોક ચાહના મેળવી છે. નાનામાં નાના લોકો પણ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ Zelenskyની ખુદ્દારી, નીડરતાના દીવાના બન્યા છે. ત્યારે જાપાનમાં એક કોલેજના દીક્ષાંત સમારોહમાં એક વિધાર્થી ઝેલેન્સકીના ગેટઅપમાં આવ્યો હતો. આ વિધાર્થીના કપડા દાઢી બધુ જ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળતું આવતુ હતુ. તેનો આ લુક સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

દાઢી વધારવામાં ત્રણ મહિના લાગ્યા
આ વિધાર્થીનું નામ અમીકી હતુ. અમીકીએ દીક્ષાંત સમારોહમાં યુક્રેનિયન પ્રમુખની પ્રતિકાત્મક લીલા રંગની લાંબી બાયની જર્શી અને મેચિંગ ટ્રાઉઝર પહેર્યું હતુ. વિદ્યાર્થીએ જાપાનીઝ ન્યૂઝ નેટવર્ક યોમિયુરીને જણાવ્યું કે તેને દાઢી વધારવામાં ત્રણ મહિના લાગ્યા. તેનો ડ્રેસ ક્યોટો સિટી યુનિવર્સિટી ઓફ આર્ટ્સના સ્નાતક સમારોહનો ભાગ હતો, જે વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા અનુસાર પહેરવેશની મંજૂરી આપે છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ પણ તેનો લાભ લે છે. ભૂતકાળની ઘટનાઓમાં, અહીંના વિદ્યાર્થીઓએ પોકેમોન ફ્રોમ વ્હેર વેલી અને ઈસુ ખ્રિસ્ત તરીકે પણ પોશાક પહેર્યો છે.

Zelensky જેવો દેખાતો હતો
Zelenskyના ગેટઅપમાં દીક્ષાંત સમારોહમાં પહોંચેલા અમીકીએ મીડિયાને જણાવ્યું કે ડિસેમ્બરમાં જ્યારે તે દાઢી વધારી રહ્યો હતો ત્યારે લોકોએ કહ્યું કે તે Zelensky જેવો દેખાતો હતો. ત્યારથી તેણે નક્કી કર્યું કે તે ઝેલેન્સકી જેવા પોશાક પહેરીને દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. અને યુક્રેનના લોકોને સમર્થન આપશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો