GSTV

જર્મનીની આ કાર નિર્માણ કંપનીએ રચ્યો ઈતિહાસ, માત્ર 1 કલાકમાં 1 હજાર કાર વેચી મારી!

Last Updated on June 29, 2020 by Karan

કોરોના વાયરસ સંક્રમણને કારણે દુનિયાભરના દેશ આર્થિક મંદી સામે ઝઝૂમી રહ્યા છે. આ દરમિયાન જર્મનીની વાહન નિર્માતા કંપની Volkswagen એ પોતાની નવી SUV Nivus ને લોન્ચ કરી હતી. અહીંયા ચોંકાવનારી વાત એ છે કે, લોન્ચના માત્ર એક જ કલાકની અંદર આ કારના 1 હજાર યૂનિટ્સની સેલ થઈ ગઈ છે.

200 યૂનિટ સેલ કરવામાં આવી

જાણકારી માટે બતાવી દઈએ કે, આ કારને હાલમાં જ બ્રાઝીલમાં લોન્ચ કરવામાં આવી છે અને બ્રાઝીલના લોકોએ આ કારને ખૂબ જ પસંદ કરી છે. આ કાર 7 મિનિટની અંદર જ 200 યૂનિટ સેલ કરવામાં આવી છે. જે ખૂબ જ મોટી વાત છે. આ વાતની જાણકારી ફોક્સવેગન ગૃપના બોર્ડ મેમ્બર જુરગેન સ્ટેકમેને પોતાના ટ્વિટર એકાઉંટ થકી આપી દીધી છે. તેમણે ફોક્સનવેગન બ્રાઝીલની સેલ્સ ટીમને અભિનંદર આપ્યા અને તેને એક ડ્રીમ ટીમ બતાવી છે.

1.0 લીટરના 3 સિલેંડર યુક્ત ટીએસઆઈ પેટ્રોલ એન્જીન

જોકે, હજુ Nivus ને માત્ર બ્રાઝીલના બજારમાં જ વેચવામાં આવશે. આ કારમાં 1.0 લીટરના 3 સિલેંડર યુક્ત ટીએસઆઈ પેટ્ર્લો એન્જીન લાગેલુ છે, જે 128PS સુધીની મહત્તમ પાવર અને 200 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. તે સાથે કંપનીએ 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ કારમાં 6 એરબેગ, ઈએસસી, ટેક્શન કંટ્રોલ અને રિસર્ચ કેમેરા જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!