GSTV
Home » News » ન્યૂઝીલેન્ડના વ્હાઈટ ટાપુમાં જ્વાળામુખી ફાટયો : પાંચનાં મોત, 18 પ્રવાસીઓ ઘાયલ

ન્યૂઝીલેન્ડના વ્હાઈટ ટાપુમાં જ્વાળામુખી ફાટયો : પાંચનાં મોત, 18 પ્રવાસીઓ ઘાયલ

ન્યૂઝીલેન્ડના વ્હાઈટ ટાપુનો જ્વાળામુખી અચાનક ફાટી નીકળતા પાંચ લોકોના મોત થયા હતા. લગભગ 18 જેટલાં લોકોને ઈજા થઈ છે. જ્વાળામુખી ફાટયો ત્યારે 50 જેટલાં લોકો ટાપુમાં હોવાની શક્યતા હતી. બાકીના તમામ લોકો જ્વાળામુખીમાં ફસાયા છે. જ્વાળામુખીની તીવ્રતા જોતાં તુરંત બચાવ કામગીરી શક્ય બની ન હતી.

ન્યૂઝીલેન્ડના વ્હાઈટ હાઉસમાં પર્યટકો ફરવા પહોંચ્યા હતા ત્યારે જ અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. જ્વાળામુખીની આગ લગભગ 12 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચતા તેની ઉપરની વિમાન ઉડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. જ્વાળામુખીની તીવ્રતા જોતાં તુરંત બચાવ કામગીરી શરૂ કરવી અશક્ય હતી.

લગભગ 50 જેટલાં લોકો જ્વાળામુખી જ્યાં ફાટયો તેની આસપાસ હતા. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે જ્વાળામુખી ફાટયો ત્યારે 100 જેટલાં લોકો ટાપુ ઉપર હતા. અહેવાલો પ્રમાણે પાંચના મોત થયા હતા. 18 જેટલાં પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લગભગ પચાસેક લોકો ટાપુ ઉપર ફસાયા હોય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

જ્વાળામુખી ફાટયા પછી ઘુમાડો ઉઠયો હતો, જેના કારણે કોઈ જ દૃશ્ય સ્પષ્ટ દેખાતું ન હતું. વળી, રાખ આખાય ટાપુ ઉપર ફેલાઈ જતા ત્યાં પહોંચવાનું મુશ્કેલ બન્યું હતું. જ્વાળામુખીની તીવ્ર જ્વાળાથી આખો ય ટાપુ ગરમ થયો હતો અને નજીક ફરકવાનું બચાવ ટૂકડીઓ માટે પણ મુશ્કેલ બન્યું હતું.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડાએ જણાવ્યું હતું કે જ્વાળામુખી ટાપુનો જ્વાળામુખી અચાનક સક્રિય થતાં લોકો ફસાયા છે. તેમના માટે બચાવ ઓપરેશન લોંચ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાાનિકોએ 3જી ડિસેમ્બરે જ્વાળામુખીની સક્રિય થવાની ચેતવણી આપી હતી, પરંતુ તેની તીવ્રતા ખૂબ જ નગણ્ય હોવાનું કહ્યું હતું એ કારણે પ્રવાસીઓને જવા દેવાયા હતા.

READ ALSO

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!