GSTV

કાશ્મીર પર ભારતના નિર્ણય વચ્ચે પાકિસ્તાનમાં ‘ગ્રેટર કરાચી’ની માગે જોર પકડ્યું

કાશ્મીરને બે હિસ્સામાં વિભાજિત કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા અને અત્યાર સુધી રાજ્ય તરીકે તેને વિશેષ દરજ્જો આપનાર બંધારણના અનુચ્છેદની જોગવાઇને હટાવવાના ભારત સરકાના નિર્ણયથી જ્યાં પાકિસ્તાનમાં હલચલ મચી ગઇ છે ત્યાં તેની અંદર પર આ જ પ્રકારના સ્વાયત્ત ક્ષેત્રની માગે જોર પકડ્યું છે, જે સ્વાયત્તા અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરને મળી હતી.

પાકિસ્તાનમાં સ્વાયત્ત ‘ગ્રેટર કરાચી’ની માગ

ભારત સરકારના આ નિર્ણય પર પાકિસ્તાન જ્યાં ફફડી ઉઠ્યું છે અને કહ્યું કે નવી દિલ્હીએ ખોટા સમયે ખતરનાક ખેલ ખેલ્યો છે. સાથે જ વૉઇસ ઑફ કરાચીએ દેશમાં સ્વાયત્ત ‘ગ્રેટર કરાચી’ની માગ કરી છે. અમેરિકામાં રહીને પોતાની ગતિવિધીઓ ચલાવનારા આ સમૂહનું કહેવું છે કે પાકિસ્તાનને ત્યાં સુધી કાશ્મીરીઓના હક માટે બોલવાનો અધિકાર નથી જ્યાં સુધી તે પોતે જ પાકિસ્તાનમાં રહેલાં મુહાજિર, બલુચ, પશ્તૂન અને હજારા સમુદાયના લોકોને તેમનો અધિકાર ન આપે.

પાકિસ્તાનને કાશ્મીરીઓ વિશે બોલવાનો હક નથી

અમેરિકામાં આત્મનિર્વાસનમાં રહેતાં વૉઇસ ઑફ કરાચીના ચેરમેન નદીમ નુસરતે આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાનને કોઇપણ ક્ષેત્રીય અથવા આંતરરાષ્ટ્રી મંચ પર કાશ્મીરીઓ વિશે બોલવાનો કોઇ હક નથી કારણ કે તેણે પોતે પોતાના નાગરિકોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખ્યાં છે. તેમણે કહ્યુ, પાકિસ્તાન કાશ્મીરમાં જનમત સંગ્રહની વાત કરે છે પરંતુ શું તે આ જ અધિકાર પાકિસ્તાનમાં રહેતાં તે લધુમતીઓને આપવા માટે તૈયાર છે, જે સાંસ્કૃતિક તથા જાતીય વિભિન્નતાના કારણે હાંસિયે ધકેલાયા છે.

પાક સરકારના મંત્રીઓએ આપ્યું અસ્થિરતાને પ્રોત્સાહન

મુહાજિર નેતાએ તેમ પણ કહ્યું કે પાકિસ્તાન સરકારના અનેક મંત્રી તથા શીર્ષ અધિકારી વિદેશમાં કાશ્મીરી અલગતાવાદી નેતાઓને મળતાં આવ્યાં છે અને ત્યાં અસ્થિરતાને પ્રોત્સાહન આપતા આવ્યા છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના પુનર્ગઠનની માગને લઇને ટૂંક સમયમાં પ્રયાસ શરૂ કરવામા આવશે જે 1940ના લાહોર રિઝૉલ્યુશન અને મુહાજિર, બલૂચ,પશ્તૂન તથા ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની આકાંક્ષાઓને અનુરૂપ હશે.

Read Also

Related posts

Fastag લગાવવાનો હજુ બાકી છે, તો આ રીતે WhatsApp પરથી પણ કરી શકો છો ઓર્ડર

Mansi Patel

રાજ્યના વિવિધ જીલ્લામાં સવારથી છવાયું ગાઢ ધુમ્મસ, વાહનચાલકોને થઈ પારાવાર મુશ્કેલી

pratik shah

હેલ્થ/ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે કોથમીર, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!