Whatsapp વિશે આજકાલ કોઇને કોઇ ખબર જરૂર આવી રહી છે. તમે Whatsapp વિવાદની ખબર આજકાલ સૌથી વધુ સાંભળી હશે પરંતુ તમને જણાવી દઇએ કે આજની ખબર વિવાદની નહી પરંતુ એક નવા ફીચરની છે. Whatsapp પોતાના વેબ વર્ઝન માટે પણ વૉયસ અને વીડિયો કૉલ ફીચર શરૂ કરવા જઇ રહ્યું છે.
@WABetaInfo this is a new feature for WhatsApp Web? (from Windows 10 app) pic.twitter.com/ntCO2VxJbU
— Guillermo Tomoyose (@tomyto) January 21, 2021
WhatsAppનું નવુ ફીચર
Whatsappના નવા ફીચર અંગે પહેલાથી જ ઘણી વાતો કરવાંમાં આવી રહી હતી, પરંતુ આ વખત એક યુઝર્સે આ ખબરની એક રીતે પુષ્ટિ કરી છે કે Whatsapp પોતાના વેબ વર્ઝન માટે પણ ઓડીઓ વિડીયો ફીચર શરુ કરવા જઈ રહ્યું છે. આ વેરિફાઇડ ટ્વીટર યુઝરે ટ્વીટ કરી એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં જોવા મળી રહ્યું છે કે Whatsappના વેબ વર્ઝનમાં ઓડિયો અને વિડીયો કોલિંગનું ઓપ્શન બતાવ્યું છે અને સાથે જ BETA લખ્યું છે.
WhatsApp is rolling out WhatsApp Beta calls on WhatsApp Desktop for more users!https://t.co/4EduW4bHfP https://t.co/JIFRFLB8je
— WABetaInfo (@WABetaInfo) January 21, 2021
ફિચર વર્ઝનમાં ટેસ્ટ કરી રહી છે
તેનો મતલબ સાફ છે કે WHATSAPP કંપની પોતાના આ ફિચર વર્ઝનમાં ટેસ્ટ કરી રહી છે. અને જલ્દી જ આ ફિચર લોન્ચ કરવામાં આવશે. જો કે આ મામલે WHATSAPPએ કોઈ જાણકારી આપી નથી. પરંતુ WHATSAPPનું પણ કહેવું છે કે આ ફિચરને કંપની ધીરે ધીરે રોલઆઉટ કરશે. Wabetainfo ની રીપોર્ટ અનુસાર, તમને જણાવી દઈએ કે આ સમયે WHATSAPP વેબ વર્ઝનમાં કોલિંગ ઓરલ વીડિયો કોલિંગ કરવાનું ફિચર અમુક લોકો પાસે જ આવ્યું છે. કારણ કે આ બધા બીટા વર્ઝનમાં છે અને કંપની આ નવા ફિચરની તપાસ કરી રહી છે.

નવી પ્રાઈવસી પૉલીસીથી યુઝર્સ નારાજ
જો કે, હવે લાગે છે કે WhatsAppની આ નવી સુવિધાઓ ટૂંક સમયમાં બધા યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે. હવે તમે જોશો કે એક તરફ, WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને કારણે, મોટાભાગના યુઝર્સ નારાજ છે અને તેઓ વોટ્સએપ છોડવાની વાત કરી રહ્યા છે. ઘણા યુઝર્સે WhatsApp પણ છોડી દીધું છે. આવી સ્થિતિમાં, પહેલાં WhatsAppએ તેની પોલિસી મુલતવી રાખી છે અને હવે આવી નવી સુવિધાઓ રજૂ કરીને ફરી એકવાર યુઝર્સને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.
READ ALSO
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ