GSTV

વોડાફોને યુઝર્સને આપ્યો મોટો ઝટકો, હવે નહી મળે આ પોપ્યુલર પ્લાનનો ફાયદો

vodafone

વોડાફોન-આઈડિયાના યુઝર્સને જાન્યુઆરીના અંતમાં એક મોટો ઝટકો મળ્યો છે, કંપનીએ પોતાના 649 રૂપીયાવાળા આઈફોન ફોરએવર પ્લાનને બંધ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, વોડફોન અને આઈડિયાના સિમકાર્ડનો વપરાશ કરનાર આઈફઓન યૂઝર્સ માટે આ પ્લાન હતો. જેમાં સબ્સક્રાઈબર્સને 90GBનો હાઈ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલ મળતું હતી. જો કે, આ પ્લાન iPhone 5c અને તેનાથી ઉપરના મોડલને સપોર્ટ કરતો હતો. જ્યાં વોડાફોન યૂઝર્સ તેનો લાભ વોડાફોન રેડ પ્લાનની હેઠળ લઈ શકતા હતા. સાથે જ આઈડિયા યૂઝર્સ માટે આ પ્લાન નિર્વાણ કેટલોગની હેઠળ ઉપલબ્ધ હતો.

વોડાફોન ઈન્ડિટા અને આઈડિયા સેલ્યુસરની વેબસાઈટ પર જોઈ શકાય છે કે, 649 આઈફોન ફોરએવર પ્લાન હવે ઉપલબ્ધ હશે નહી વોડાફોન વર્તમાન સમયમાં 598, 749 અને 999 રૂપિયાનો ફેમિલી પ્લાન અને 399, 499 અને 999 રૂપિયાનો ઈન્ડિવિઝ્યુલ પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. સાથે જ આઈડિયા માત્ર 399, અને 499નો નિર્વાણ પ્લાન પણ ઉપલબ્ધ કરી રહ્યો છે.

માહિતી પ્રમાણે, વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરે જણાવ્યું કે, આ પ્લાનને બંધ કરી દેવામાં આવ્યો છે. આ પ્લાનને છેલ્લા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જે હેઠળ આઈફોન યુઝર્સને તેમના ફોનના રિપ્લેસમેન્ટ, રિપેરિંગ અને અપગ્રેડ સાથે સંબંધિત લાભ આપવામાં આવી રહ્યો હતો. જો કે, યૂઝર્સને પોતાના ફોનને અપગ્રેડ કરવાની ઓફર પણ આ પ્લાનમાં આપવામાં આવતી હતી. જે માટે યુઝર્સને માત્ર ફોનની કિંમતના અંતરની જ ચુકવણી કરવાની હતી. જેથી 18 મહિના જુના ફોન માટે યુઝર્સ તેને અપગ્રેડ કરવાનો ઓપ્શન પણ પસંદ કરી શકે છે. તે સિવાય આ પ્લાનને ગ્રાહક અનેજોન પ્રાઈમ અને વોડાફોન પ્લેનું પણ એક્સેસ મળી રહ્યું હતું.

READ ALSO

Related posts

અમેરિકાની ભરપાઈ કરશે બ્રિટન, WHOને મોટુ ફંડ દેવાની થઈ રહી છે તૈયારી

Mansi Patel

બદલાઈ જશે ચેક પેમેન્ટને લગતા આ નિયમો, RBI લાવવા જઈ રહ્યું છે આવી સિસ્ટમ

Arohi

કોરોના સંકટ વચ્ચે નોકરી છોડનારને આ આઇટી જાયન્ટ આપશે એડવાન્સ પગાર, શરતો લાગુ*

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!