GSTV
Home » News » ફ્રી…ફ્રી…ફ્રી…એક મહિના સુધી અનલિમિટેડ ડેટા અને કૉલિંગ બિલકુલ ફ્રી, આ કંપનીએ લૉન્ચ કર્યો ધાંસૂ પ્લાન

ફ્રી…ફ્રી…ફ્રી…એક મહિના સુધી અનલિમિટેડ ડેટા અને કૉલિંગ બિલકુલ ફ્રી, આ કંપનીએ લૉન્ચ કર્યો ધાંસૂ પ્લાન

પોતાના પ્રીપેડ યુઝર્સ માટે વોડાફોને લાજવાબ પ્લાન લૉન્ચ કર્યો છે જેમાં યુઝર્સને કૉલિંગ સાથે ઇન્ટરનેટ અને મેસેજનો લાભ મળશે. જણાવી દઇએ કે ટેલિકોમ કંપનીઓ વચ્ચે ડેટા વૉર છેડાયેલી છે જેના કારણે કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એક એકથી ચડિયાતી ઑફર્સ લૉન્ચ કરી રહી છે. તેવામાં વોડાફોને 129 રૂપિયાનો પ્લાન પોતાના યુઝર્સ માટે લૉન્ચ કર્યો છે.

જો તમે આ પ્લાનનો લાભ લેવા માંગતા હોય તો તમારે તમારા Vodafone નંબર પર 129 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ત્યારબાદ તમે 28 દિવસ માટે કોઈપણ નંબર પર અમર્યાદિત કૉલ્સ કરી શકો છો, જેની સૌથી મહત્વની વસ્તુ એ છે કે આના પર તમારે કોઈપણ પ્રકારની FUP મર્યાદા નથી.

આ ઉપરાંત, તમને આ પ્લાનમાં દરરોજ 100 મેસેજનો લાભ પણ મળશે. એટલું જ નહીં આમાં તમને દરરોજ 1.5 GB સ્પીડ ડેટાનો લાભ અને યૂઝર્સને Vodafone પ્લેનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

આ ઉપરાંત Vodafone હાલ પોતાના 509વાળા પ્લાનમાં પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. કંપનીના આ પ્લાનને 2017માં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્લાનમાંમ પેરપાર બાદ યૂઝર્સને 0.1GB ડેટા વધારાના મળી રહ્યા છે. આ પ્લાનમાં 90 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ વોયસ કોલ્સ અને રોજના 100 SMS આપવામાં આવે છે. સાથે સાથે યૂઝર્સને Vodafone પ્લેનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

આ પ્લાનનો લાભ ગુજરાત, ચેન્નઈ સિવાયના અન્ય મહત્વપૂર્ણ વર્તુળોમાં ઉપલબ્ધ થશે. તાજેતરમાં, એરટેલ અને વોડાફોને જાહેરાત કરી છે કે જો યૂઝર્સને તેમના નંબર પર ઇનકમિંગ ચાલું રાખવું હોય તે તેના માટે રિચાર્જ કરવાનું રહેશે.

જણાવી દઇએ કે આ જાહેરાત પછી, બંને કંપનીઓના યૂઝર્સ ખૂબ નારાજ થયા છે અને સૌથી વધારે યૂઝર્સ અન્ય કંપનીમાં શિફ્ટ થઇ ગયા, જેથીબંને કંપનીઓને ભારે નુકસાન પહોંચ્યુ હતું. હવે આ બંને કંપનીઓ વધુ નફો મળવાની યોજના શરૂ કરીને યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

Read Also

Related posts

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલા વાહનોમાં થાય છે દારૂની હેરાફેરી, કોંગ્રેસના આ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

Nilesh Jethva

જો તમે ઓફિસમાં તમારૂ પ્રદર્શન સારૂ કરવા ઈચ્છતા હોય તો કરો આ કામ

Kaushik Bavishi

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!