વોડાફોને પોતાના પ્રીપેડ યુઝર્સ માટે 99 રૂપિયા અને 555 રૂપિયા વાળા બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. 99 રૂપિયાવાળા Vodafone Planની સાથે બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, 1 GB ડેટા અને 100 SMS આપવામાં આવશે. તેના સિવાય વોડાફોન યુઝર્સને વોડાફોન પ્લે અને ઝી5(Zee5)નું એક્સેસ મળે છે. માન્યતાની વાત કરીએ તો, આ Vodafone Prepaid Planની વેલિડિટી 18 દિવસોની છે. વોડાફોને આ પ્લાન કોલકાતા, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, પશ્ચિમી અને પૂર્વ યુપી અને પશ્ચિમ બંગાળનાં સર્કલ માટે ઉપલબ્ધ છે.

555 વોડાફોન રિચાર્જ પ્લાન
વોડાફોનનાં આ પ્લાનની સાથે દર દિવસે 1.5 જીબી ડેટા અને દિવસદીઠ 100 એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 71 દિવસોની છે. આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળી શકે છે. આ પ્લાનની સાથે પણ વોડાફોન પ્લે અને Zee5નું એક્સેસ મળે છે. આ નવો પ્લાન ફક્ત મુંબઈ સર્કલ માટે જ છે. હાલમાં જ વોડાફોનને 269 રૂપિયા, 199 રૂપિયા, 129 રૂપિયા અને 24 રૂપિયાવાળા 4 નવા પ્રીપેડ પ્લાનને ઉતાર્યા છે. 269 રૂપિયાવાળા પ્લાનની સાથે 4GB ડેટા, 600 એસએમએસ આપવામાં આવે છે. અને આ પ્લાનની વેલિડિટી 56 દિવસોની છે. તો 199 રૂપિયાવાળો પ્લાનની સાથે દરેક દિવસે 1જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળે છે. વોડાફોનનાં આ પ્લાનની વેલિડિટી 21 દિવસોની છે.


129 રૂપિયાવાળા વોડાફોન પ્રીપેડ પ્લાનની સાથે કોઈ પણ નેટવર્ક પર કોઈ પણ એફયૂપી લિમિટ વગર અનલિમિટેડ વોઈસ કોલ. 2જીબી ડેટા અને 300 એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસોની છે. વાત કરીએ 24 રૂપિયાવાળા પ્લાનની તો વોડાફોનનાં આ પ્લાનની વેલિડિટી 14 દિવસોની છે. આ પ્લાનની સાથે 100 મિનિટ્સ ઓન નેટ નાઈટ કોલિંગ મિનિટ્સ આપવામાં આવે છે. તેમાં ફ્રી કોલિંગ રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી એક્ટિવ રહેશે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…