119 રૂપિયામાં મળશે અનલિમિટેડ કૉલિંગ સાથે ડેટાનો ફાયદો, આ ટેલિકોમ કંપની લાવી ધમાકેદાર ઑફર

વોડાફોને 119 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. 28 દિવસની વેલીડીટી સાથે આ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સાથે યુઝર્સને 1 જીબી ડેટા ઑફર આપવામાં આવી રહી છે. જો કે આ પ્લાનમાં યુઝર્સને ડેઇલી ફ્રી એસએમએસની સુવિધા આપવામાં નથી આવી રહી.

આ પ્લાનને તે યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જે મોબાઇલ ઇન્ટરનેટ ડેટા કરતાં વધુ પ્રાથમિકતા વૉઇસ કૉલિંગને આપે છે. એક અહેવાલ અનુસાર આ પ્લાનને પસંદગીના સર્કલ્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જો કે થોડા સમય બાદ આ પ્લાન દેશભરમાં લાગુ કરવામાં આવશે.

આ પ્લાન જેવો જ એક અન્ય પ્લાન 169 રૂપિયાનો છે. આ પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ, 1જીબી 2G/3G/4G ડેટા અને 28 દિવસો માટે 100 એસએમએસ આપવામાં આવી રહ્યા છે. વોડાફોનના નવા 119 રૂપિયાના પ્લાનની વેલીડીટી પણ 28 દિવસની છે.

119 રૂપિયાના પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ અને 28 દિવસ માટે 1જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત વોડાફોને તાજેતરમાં જ 1.6GB ડેઇલી ડેટા વાળો પ્લાન લૉન્ચ કર્યો હતો. જેની શરૂઆતની કિંમત 209 રૂપિયા હતી. વોડાફોન પાસે 1.6GB ડેટા વાળા બે પ્લાન છે. એક પ્લાનની કિંમત 209 રૂપિયા અને બીજો પ્લાન 479 રૂપિયાનો છે. 209 રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી 28 દિવસની છે જ્યારે 479 રૂપિયાના પ્લાનની વેલીડીટી 84 દિવસની છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter